Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઘટાડો, પરંતુ બજારના 70 ટકા શેરો નીચલી સપાટીએ બંધ

|

Mar 28, 2023 | 4:52 PM

Share Market Update: આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 40 પોઈન્ટ ઘટીને 57,613 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 16,951 પોઈન્ટ પર બંધ થયો હતો.

Stock Market Closing: સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઘટાડો, પરંતુ બજારના 70 ટકા શેરો નીચલી સપાટીએ બંધ
Stock Market Closing

Follow us on

Stock Market Closing : ભારતીય શેરબજારમાં આજના ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે માર્કેટમાં ઘટાડો થયો છે. ભલે સેન્સેક્સ-નિફ્ટી નજીવા અંકોના ઘટાડા સાથે બંધ થયા હોય. પરંતુ બજારમાં ઘટાડો જોરદાર રહ્યો છે. ઘટાડાને કારણે સ્મોલ કેપ્સ અને મિડ કેપ્સને સૌથી વધુ ચૂકવણી કરવામાં આવી છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 40 પોઈન્ટ ઘટીને 57,613 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 34 પોઈન્ટના ઘટાડા સાથે 16,951 પોઈન્ટ પર બંધ થયો હતો.

આ પણ વાંચો :Adani Group Stocks : અદાણી ગ્રુપના શેરના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો, ચાર કંપનીમાં લોઅર સર્કિટ લાગી

સેક્ટરની સ્થિતિ

આજના કારોબારમાં માત્ર બેન્કિંગ શેરોમાં જ ઉછાળો નોંધાયો હતો, જ્યારે આઈટી, ઓટો, મેટલ્સ, એનર્જી, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 18 શેરો ઉછાળા સાથે જ્યારે 32 નુકસાન સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 11 શેરો ઉછાળા સાથે જ્યારે 19 નુકસાન સાથે બંધ થયા હતા. કુલ 3,644 શેરનું કામકાજ થયું હતું જેમાં 2500 શેર લાભ સાથે અને 1045 શેર નુકસાન સાથે બંધ થયા હતા.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

મોટા શેરની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, હિરો મોટોકૉર્પ, ટાટા મોટર્સ, ઓએનજીસી, ભારતી એરટેલ અને બીપીસીએલ 1.81-6.97 ટકા સુધી તૂટીને બંધ થયા છે. જ્યારે શેરોમાં યુપીએલ, ઈન્ડસઈન્ડ બેન્ક,ડૉ.રેડ્ડીઝ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી બેન્ક, પાવર ગ્રિડ અને હિંડાલ્કો 0.77-2.01 ટકા સુધી વધીને બંધ થયા છે.

મિડકેપ શેરોમાં અદાણી પાવર, ડિલહેવરી, એસીસી, આઈઆરસીટીસી અને એમફેસિસ 3.47-5 સુધી લપસ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ઈમામી, ટૉરેન્ટ પાવર, બેન્ક ઑફ ઈન્ડિયા, મોતિલાલ ઓસવાલ અને ઑયલ ઈન્ડિયા 2.98-4.65 ટકા સુધી ઉછળો છે.

આ પણ વાંચો :Breaking News: PAN-Aadhaar લિંક કરવા માટેની સમય મર્યાદામાં કરાયો વધારો, વાંચો કઈ આવી નવી તારીખ

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article