Senior citizen માટે ખુશખબર, FD પર 7.15% સુધી મળી રહ્યું છે વ્યાજ, આ બેંકો આપી રહી છે વિશેષ ઓફર

|

Jan 30, 2022 | 6:40 AM

ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD)માં 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ FD માં સમયમર્યાદા વધુહોય છે અને 5 વર્ષ લોક ઇન પીરિયડ હોય છે.

Senior citizen માટે ખુશખબર, FD પર 7.15% સુધી મળી રહ્યું છે વ્યાજ, આ બેંકો આપી રહી છે વિશેષ ઓફર
વરિષ્ઠ નાગરિકો બેંકમાં ફોર્મ 15H ભરીને TDS ટાળી શકે છે.

Follow us on

ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકો( (Senior citizen) માટે ફિક્સ્ડ ડિપોઝિટ(Fixed Deposit) પર સારું વ્યાજ દર(FD Rate) ઓફર કરી રહી છે. આ ખાસ ઓફર ટેક્સ સેવિંગ FD માટે છે. તે એવી FD છે જે ટેક્સ બચાવવા(Tax Saving FD)ના હેતુથી ખોલવામાં આવે છે. આવી FD 5 વર્ષ માટે થાય છે. ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD) આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્ત છે. વરિષ્ઠ નાગરિકો( (Senior citizen) રોકાણ સુરક્ષા અને વધુ સારા વળતર માટે ટેક્સ સેવિંગ્સ એફડીમાં નાણાં જમા કરે છે. આ FD સામાન્ય દર કરતાં વધુ વ્યાજ ચૂકવે છે. ટેક્સ બચાવવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. બેંકો (FDs) વરિષ્ઠ નાગરિકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 7% થી વધુ વ્યાજ ચૂકવે છે.

ટેક્સ સેવિંગ એફડી(Tax Saving FD)માં 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ મળે છે. આ FD માં સમયમર્યાદા વધુહોય છે અને 5 વર્ષ લોક ઇન પીરિયડ હોય છે. અર્થાત્ 5 વર્ષો પહેલા આ એફડી કોઈ તોડી શકે નહિ. અન્ય એફડીની જેમ ટેક્સ સેવિંગ FDનો સમય પહેલા બંધ ન કરી શકો અને તેના પર પૈસા પણ લોન ન થઈ શકે છે. વધુમાં બેંક સીનિયર સિટીજન માટે સામાન્ય થી 0.50 રેટ વધુ વ્યાજ આપે છે.

ટેક્સ સેવિંગ FD નો લાભ

FD રિટર્ન પર થાપણદારે તેના ટેક્સ સ્લેબ મુજબ TDS ચૂકવવો પડશે. જો કે, વરિષ્ઠ નાગરિકો ફોર્મ 15H ભરીને TDS ટાળી શકે છે. કલમ 80TTBની મદદથી વરિષ્ઠ નાગરિકો FD માં જમા નાણાં પર રૂ.50,000નો વધારાનો ટેક્સ બચાવી શકે છે. આ 1.5 લાખની મર્યાદા ઉપરાંત હશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

કઈ બેંકમાં કેટલું વ્યાજ મળે છે?

  • HDFC બેંક 5.90 ટકા વ્યાજ ચૂકવી રહી છે અને 1.5 લાખ રૂપિયા જમા કરાવ્યા પછી 5 વર્ષ પછી તેને 2,01,035 રૂપિયા મળી રહ્યા છે.
  • ICICI બેન્ક રૂ. 1.5 લાખની સ્કીમ ખોલવા પર 5.95 ટકા વ્યાજ ચૂકવે છે અને રૂ. 2,01,531 મળે છે.
  • IDBI બેંક 6 ટકા વ્યાજ ચૂકવે છે જ્યાં રૂ. 1.5 લાખની થાપણ સામે રૂ. 2.02,028 ચૂકવવામાં આવે છે.
  • IDFC ફર્સ્ટ બેંક વરિષ્ઠ નાગરિકોને ટેક્સ સેવિંગ FD પર 6.75 ટકા વ્યાજ ચૂકવે છે અને 1.5 લાખ રૂપિયા સામે 2.09,525 રૂપિયા મળે છે.
  • Indusind Bank વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 6.50 ટકા વ્યાજ ઓફર કરી રહી છે અને રૂ 1.5 લાખ સામે રૂ. 2,07,063 આપે છે.

આ બેંક સૌથી વધુ રિટર્ન આપી રહી છે

RBL બેંક સીનિયર સિટીજન કો ટેક્સ સેવિંગ એફડી પર 6.80 પરસેન્ટ વ્યાજ આપી રહ્યું છે. 1.5 લાખ રૂપિયા જમા કરવા માટે 2,10,141 રૂપિયા મળી રહ્યા છે. સાઉથ ભારતીય બેંક 6.15 ટકાવ્યાજ સાથે 1.5 લાખ સામે 2,03,526 રૂપિયા રિટર્ન આપી રહી છે. યસ બેંક 7 પરસેન્ટ વ્યાજ સાથે 1.5 લાખ રૂપિયા જમા કરવા પર 2,12,217 રૂપિયા રિટર્ન આપી રહી છે. સૂર્યોદર સ્મોલ ફાઈનેંસ બેંક તમારી સીનિયર સિટીજન ગ્રાહકોને 7 ટકા વ્યાજ સાથે 1.5 લાખની જમા રકમ પર 2,12,217 રૂપિયા રિટર્ન આપી રહી છે. ઉજ્જીવન સ્મોલ ફાઈનેંસ બેંક 7.15 પરસેન્ટ વ્યાજ સાથે 1.5 લાખ પર 2.13,786 રૂપિયા રિટર્ન આપી રહી છે.

 

આ પણ વાંચો : Adani Wilmar IPO : ગૌતમ અદાણીની કંપની લાવી કમાણીની તક, જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

 

આ પણ વાંચો : GOLD : દેશમાં સોનાની માંગમાં સતત થઇ રહ્યો છે વધારો, વર્ષ 2021માં ભારતીયોએ 797.3 ટન સોનું ખરીદ્યું, 2020ની સરખામણીમાં 78.6% વધુ ખપત થઇ

Next Article