Paytm માટે વધુ એક ખરાબ સમાચાર, CEO વિજય શેખર શર્માને SEBIએ ફટકારી શો-કોઝ નોટિસ

|

Aug 26, 2024 | 3:48 PM

SEBI દ્વારા જારી કરાયેલી નોટિસ વિજય શેખર શર્માના પ્રમોટર વર્ગીકરણના ધોરણોનું પાલન ન કરવાના આરોપ સાથે સંબંધિત છે, અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ઇનપુટ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

Paytm માટે વધુ એક ખરાબ સમાચાર, CEO વિજય શેખર શર્માને SEBIએ ફટકારી શો-કોઝ નોટિસ
Vijay Shekhar Sharma

Follow us on

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ One97 Communications Limited (Paytmની મૂળ કંપની)ના સ્થાપક વિજય શેખર શર્મા અને નવેમ્બર 2021માં તેના IPO દરમિયાન બોર્ડમાં રહેલા બોર્ડ સભ્યોને કારણ બતાવો નોટિસ ફટકાવામાં આવી છે. આ નોટિસ તથ્યોને ખોટી રીતે રજૂ કરવાના આરોપો સાથે સંબંધિત છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર, SEBIની આ નોટિસ વિજય શેખર શર્મા અને બોર્ડના સભ્યો દ્વારા નિયમોનું પાલન ન કરવા બદલ આપવામાં આવી છે. જે પ્રમોટર વર્ગીકરણના ધોરણોનું પાલન ન કરવાના આરોપ સાથે સંબંધિત છે. આરબીઆઈ પાસેથી મળેલી કેટલીક માહિતીના આધારે સેબીએ આ તપાસ શરૂ કરી છે. આરબીઆઈએ આ વર્ષની શરૂઆતમાં પેટીએમ પેમેન્ટ બેંકની તપાસ કરી હતી. તેમની પાસેથી મળેલા ઈનપુટના આધારે હવે વિજય શેખર શર્મા સેબીની નજરમાં આવી ગયા છે.

આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ
Kisan helpline number : ફક્ત એક કોલ પર જ મળી જશે ખેતીને લગતી માહિતી, SMS થી કરાવો રજીસ્ટ્રેશન
PM મોદીના ડાયટમાં સામેલ છે સરગવો, તેના પાનની આ રીતે બનાવો ચટણી
આજનું રાશિફળ તારીખ : 17-09-2024

આ સમાચાર આવતાની સાથે જ પેમેન્ટ એગ્રીગેટર Paytmની પેરેન્ટ કંપની One97 Communications Ltd.ના શેરમાં 8 ટકા જેટલો ઘટાડો થયો હતો અને બપોરના 2 વાગ્યાની આસપાસ ભાવ 508 પર પહોંચી ગયા હતા. જો કે, બાદમાં થોડો સુધારો થયો હતો અને તે 4.48 ટકાના ઘટાડા સાથે રૂ. 530 પર બંધ થયો હતો.

સેબીની નોટિસમાં શું છે ?

રિપોર્ટ અનુસાર, સેબીની નોટિસનો મુખ્ય મુદ્દો એ છે કે શું વિજય શેખર શર્માને પ્રમોટર તરીકે રજૂ કરવા જોઈએ. જ્યારે કંપનીનો IPO આવ્યો ત્યારે તેમની પાસે પણ માત્ર એક કર્મચારીને બદલે મેનેજમેન્ટનું નિયંત્રણ હતું. આથી સેબીએ તત્કાલિન ડિરેક્ટરોને પણ નોટિસ પાઠવી છે. પોતાની નોટિસમાં સેબીએ તે લોકોને સવાલ કર્યો છે કે તેઓએ વિજય શેખર શર્માના આ પગલાને કેમ સમર્થન આપ્યું. સેબીના નિયમો મુજબ, જો વિજય શેખર શર્માને પ્રમોટર્સ ઓફર કરવામાં આવ્યા હોત, તો તેઓ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ (ESOPs) માટે પાત્ર ન બન્યા હોત.

સેબીના નિયમો મુજબ, જ્યાં સુધી કોઈ કંપની પોતાને વ્યવસાયિક રીતે સંચાલિત જાહેર ન કરે. ત્યાં સુધી તે પ્રમોટર દ્વારા ચલાવવામાં આવે તેવું માનવામાં આવે છે. વ્યવસાયિક રીતે સંચાલિત થવા માટે, કોઈપણ કંપનીના કોઈપણ એક શેરધારક પાસે 10 ટકાથી વધુ હિસ્સો હોવો જોઈએ નહીં અને કોઈ એક શેરધારકનું નિયંત્રણ હોવું જોઈએ નહીં.

Published On - 2:47 pm, Mon, 26 August 24

Next Article