માર્કેટ રેગ્યુલેટર સેબીએ કુલ 85 વ્યક્તિઓ અને સંસ્થાઓને કંપનીના શેરના ભાવમાં હેરફેર કરવા માટે એક વર્ષ માટે મૂડી બજાર(capital markets) માં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. નિયમનકારે તેના આદેશમાં સનરાઇઝ એશિયન અને તેના પાંચ ડિરેક્ટરોને મૂડી બજારમાંથી એક વર્ષ માટે અને 79 સંબંધિત કંપનીઓને છ મહિના માટે પ્રતિબંધિત કર્યા છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) એ 16 ઓક્ટોબર 2012 થી 30 સપ્ટેમ્બર 2015 દરમિયાન કોલકાતાના પ્રિન્સિપલ ડિરેક્ટર ઓફ ઇન્કમટેક્સ (ઇન્વેસ્ટિગેશન) પાસેથી મળેલા સંદર્ભના આધારે સનરાઇઝ એશિયનના શેરની ચકાસણી હાથ ધરી હતી.
શેરના ભાવમાં હેરાફેરીનો આક્ષેપ
સેબીએ તેની તપાસમાં જોયું કે મર્જર યોજના હેઠળ શેરની ફાળવણી અનુસાર સનરાઇઝ એશિયન અને તેના તત્કાલીન ડિરેક્ટરો દ્વારા એક ગોઠવણ કરવામાં આવી હતી જેમાં 83 સંબંધિત એકમોએ તપાસના સમયગાળા દરમિયાન શેરની કિંમતમાં હેરફેર કરી હતી જેના કારણે છેતરપિંડી અને અયોગ્ય વેપાર પદ્ધતિઓ (PFUTP) ના નિયમોનું ઉલ્લંઘન હતું.
આ કંપની પર 3 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો
એક અલગ આદેશમાં નિયમનકારે મૂડી બજારમાંથી કોરલ હબ લિમિટેડ(Coral Hub Ltd)ને ત્રણ વર્ષ અને છ વ્યક્તિઓ પર 2 થી 3 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ લોકો કંપનીના ડિરેક્ટર અથવા નિયમનકારી ધોરણોના ઉલ્લંઘન સમયે કોરલ હબ લિમિટેડની ઓડિટ કમિટીનો ભાગ રહ્યા છે.
સેબીએ તેની તપાસમાં જોયું કે કંપનીએ 2008-09 અને 2009-10 દરમિયાન ખોટા, અતિશયોક્તિપૂર્ણ અને ભ્રામક નાણાકીય પરિણામો પ્રકાશિત કર્યા હતા. આ અંગે સેબીને ફરિયાદ મળી હતી.
મ્યુચ્યુઅલ ફંડ કંપની સામે પગલાં ભરાયા
સેબીએ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની (Kotak Mahindra Asset Management Company)પર આગામી છ મહિના માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. સેબીએ કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડ કંપનીને જણાવ્યું હતું કે તે આગામી છ મહિના સુધી ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન એટલે કે FMP Scheme લોન્ચ કરશે નહીં.
કંપનીએ રોકાણકારોના પૈસા સંપૂર્ણપણે પરત કર્યા નથી. કંપનીએ 6 FMP રોકાણકારોના પૈસા પરત કર્યા નથી જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોટક મહિન્દ્રા AMC પર 50 લાખનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. દંડ આગામી 45 દિવસમાં ભરવાનો રહેશે. સેબીએ Kotak Mahindra AMCને વ્યાજ સાથે 15 ટકાના દરે એ 6 FMP માટે એડવાઈઝરી ફી તરીકે એકત્રિત કરાયેલા ચાર્જ પરત કરવા જણાવ્યું હતું. વ્યાજની મેચ્યોરિટી તારીખથી ગણતરી કરવામાં આવશે અને વાર્ષિક વ્યાજ દર રહેશે.
આ પણ વાંચો : કરદાતાઓને મોટી રાહત! GST રિટર્ન માટે હવે CA ઓડિટની જરૂર નહિ , જાણો વિગતવાર
આ પણ વાંચો : IPO Allotment Status : Vijaya Diagnostic Centre IPOના શેરની થશે ફાળવણી, કઈ રીતે જાણશો તમને શેર મળ્યા કે નહીં ?