SBI એ આપી ચેતવણી : દેશની સૌથી મોટી બેંકની આ સલાહ તમે પણ ગંભીરતાથી નથી લીધી તો પડી શકો છો મુશ્કેલીમાં

|

Dec 18, 2021 | 8:19 AM

ચોક્કસ મર્યાદાથી વધુના વ્યવહારો માટે પાન કાર્ડ (PAN CARD)આપવું ફરજિયાત છે. બેંકે કહ્યું કે ગ્રાહકોએ સમયસર PAN અને આધાર લિંક કરાવવું જોઈએ જેથી તેઓ કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકે.

SBI એ આપી ચેતવણી : દેશની સૌથી મોટી બેંકની આ સલાહ તમે પણ ગંભીરતાથી નથી લીધી તો પડી શકો છો મુશ્કેલીમાં
State Bank of India

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ આજે ​​ટ્વીટ કરીને તેના ગ્રાહકોને યાદ અપાવ્યું છે કે જો તેઓએ આધાર(Aadhaar)ને PAN સાથે લિંક કર્યું નથી તો તેને વહેલી તકે પૂર્ણ કરો. વાસ્તવમાં આધારને PAN સાથે લિંક કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. નહિંતર, PAN નંબર રદ કરવામાં આવશે આ સ્થિતિમાં તમે ઉચ્ચ મૂલ્યના ઘણા વ્યવહારો કરી શકશો નહીં.

સ્ટેટ બેંકનો ગ્રાહકોને શું સંદેશ છે
સ્ટેટ બેંકે એક ટ્વિટ દ્વારા કહ્યું છે કે PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, જો તમે PAN અને Aadhaar ને લિંક નથી કરાવ્યું તો તમારું PAN રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે ઘણા વ્યવહારો કરી શકશો નહીં કારણ કે ચોક્કસ મર્યાદાથી વધુના વ્યવહારો માટે પાન કાર્ડ (PAN CARD)આપવું ફરજિયાત છે. બેંકે કહ્યું કે ગ્રાહકોએ સમયસર PAN અને આધાર લિંક કરાવવું જોઈએ જેથી તેઓ કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

 

 

તમે ખૂબ જ સરળતાથી અને થોડીવારમાં ઘરે બેસીને આધારને પાન કાર્ડ સાથે લિંક કરી શકો છો.

ચાલો જાણીએ પ્રક્રિયા શું છે.

  • આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
  • સાઇટ પેજની ડાબી બાજુએ, તમને ક્વિક લિંક્સનો વિકલ્પ મળશે. અહીં તમારે ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે તમારો PAN, આધાર નંબર અને નામ દાખલ કરવાનું રહેશે. આ માહિતી આપ્યા પછી, તમને એક OTP મોકલવામાં આવશે.
  • OTP દાખલ કર્યા પછી, તમારું આધાર અને PAN લિંક થઈ જશે.

ધ્યાનમાં રાખો કે પ્રક્રિયા બાદ આવકવેરા વિભાગ તમારી વિગતોની તપાસ કરે છે કે તમારી આધાર અને PAN માહિતી માન્ય છે કે નહીં.

આ રીતે ડાઉનલોડ કરો પાન કાર્ડ
આવકવેરા વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટના હોમપેજ પર ‘Quick Links’ વિભાગ પર જઈને અને ‘Instant PAN through Aadhaar’ પર ક્લિક કરો. બાદમાં ‘ચેક સ્ટેટસ / ડાઉનલોડ પેન’ પર ક્લિક કરો. અહીં તમે આધાર નંબર અને કેપ્ચા કોડ દાખલ કરીને તમારા પાન કાર્ડની સ્થિતિ ચકાસી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો.

 

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સસ્તું થઇ રહ્યું છે ક્રૂડ ઓઇલ, શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળશે? જાણો આજના લેટેસ્ટ રેટ

 

આ પણ વાંચો :  ઘણીવાર અરજી કરવા છતાં ચેકબુક મળતી નથી? SBIએ કહ્યું કરો આ કામ સમસ્યા હળવી બનશે

 

Next Article