VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?

|

Aug 10, 2021 | 7:47 AM

31 માર્ચ 2021 ના રોજ વોડાફોન આઈડિયા લિમિટેડ પર કુલ દેવું 1.8 લાખ કરોડ રૂપિયા હતું. SBI સહિત આઠ બેન્કોએ કંપની પર હજારો કરોડનું દેવું છે.

સમાચાર સાંભળો
VI ને આર્થિક સંકટમાંથી બહાર લાવવા SBI એ સૂચવ્યો માસ્ટર પ્લાન, શું 1.8 લાખ કરોડના દેવાવાળી કંપનીના અચ્છે દિન આવશે ?
Vodafone Idea limited

Follow us on

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળની બેંકોના કોન્સોર્ટિયમે દૂરસંચાર વિભાગ (DoT) ને જણાવ્યું છે કે તણાવગ્રસ્ત ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા લિમિટેડ(Vodafone Idea limited)ના દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવું કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાવાનો વિકલ્પ હોઈ શકે છે.

31 માર્ચ 2021 ના રોજ વોડાફોન આઈડિયા લિમિટેડ પર કુલ દેવું 1.8 લાખ કરોડ રૂપિયા હતું. SBI સહિત આઠ બેન્કોએ કંપની પર હજારો કરોડનું દેવું છે. નોમુરાના અહેવાલ મુજબIDFC First Bank, YES Bank અને IndusInd Bank માં સૌથી વધુ લોન એક્સપોઝર છે. SBI એ મહત્તમ 11 હજાર કરોડની લોન આપી છે. આઈડીએફસી બેંકના લેણાં 3240 કરોડ, યસ બેંક 4000 કરોડ, પંજાબ નેશનલ બેંક 3000 કરોડ, એક્સિસ બેંક 1300 કરોડ, આઈસીઆઈસીઆઈ બેંક 1700 કરોડ અને એચડીએફસી બેંક 1000 કરોડ છે.

AGR ના લેણાં અંગે ચર્ચા કરાઈ
DoT એ બેન્કના વરિષ્ઠ અધિકારીઓને વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ સહિત ટેલ્કો દ્વારા ચૂકવવાપાત્ર એડજસ્ટ્ડ ગ્રોસ રેવન્યુ (AGR) સંબંધિત બાકી ચૂકવણી અંગેના સુપ્રીમ કોર્ટના આદેશથી ઉદ્ભવતા પડકારો પર ચર્ચા કરવા બોલાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને 93,520 કરોડ રૂપિયાની બાકી AGR ચૂકવવા માટે 10 વર્ષનો સમય આપ્યો છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

બેંકો અનુસાર આ કાયમી ઉકેલ નથી
બેંક અધિકારીઓએ DoT ના વરિષ્ઠ અધિકારીઓને એ પણ કહ્યું કે VIL ની લોનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવું એ એક વિકલ્પ છે પરંતુ તે કાયમી ઉકેલ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે VIL અત્યાર સુધી તેની લોન ચુકવણીમાં ડિફોલ્ટ થયું નથી તેથી તેઓ અત્યારે કોઇ કાર્યવાહી કરી શકતા નથી.

VIL માં વોડાફોનનો 45 ટકા હિસ્સો
ભૂતકાળમાં અનેક તણાવગ્રસ્ત કંપનીઓની લોનને ઇક્વિટીમાં રૂપાંતરિત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેન્કરોએ જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતીમાં પ્રમોટરો દ્વારા મૂડી રોકાણ શ્રેષ્ઠ વિકલ્પ છે. યુકે સ્થિત વોડાફોન VIL માં 45 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે આદિત્ય બિરલા ગ્રુપ 27 ટકા હિસ્સો ધરાવે છે. VIL ની નિષ્ફળતાના કિસ્સામાં જાહેર અને ખાનગી ક્ષેત્રના ધિરાણકર્તાઓને 1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાની ધારણા છે.

 

આ પણ વાંચો :   IPO : આજે આ બે કંપનીઓના IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યા , રોકાણ પહેલા કંપની વિશે વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : જાણો શું છે પેટ્રોલ ડીઝલની તમારા શહેરમાં કિંમત, કરો એક નજર લેટેસ્ટ રેટ ઉપર

Next Article