દેશની સૌથી મોટી બેન્ક SBIએ જણાવ્યું કે અદાણી ગ્રુપને કેટલી આપી હતી લોન, વાંચો આ અહેવાલ

|

Feb 02, 2023 | 8:37 PM

ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBIએ દેશના બેન્કિંગ રેગ્યુલેટર તરીકે અદાણી ગ્રુપને આપેલી લોનની વિગતો બેન્કો પાસેથી માંગી હતી. આ પગલું RBIએ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યા બાદ ઉઠાવ્યું હતુ.

દેશની સૌથી મોટી બેન્ક SBIએ જણાવ્યું કે અદાણી ગ્રુપને કેટલી આપી હતી લોન, વાંચો આ અહેવાલ
Gautam Adani
Image Credit source: TV9 GFX

Follow us on

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ અદાણી ગ્રુપને લગભગ 2.6 અરબ ડોલર (એટલે કે 21 હજાર કરોડ રૂપિયા)ની લોન આપી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ આ નિયમ હેઠળ જેટલી રકમ આપવાની પરવાનગી છે, તેનાથી લગભગ અડધી છે. રિપોર્ટ મુજબ SBIને તેના વિદેશી એકમોમાંથી લગભગ 200 મિલિયન ડોલર મળ્યા છે.

રિપોર્ટ મુજબ કેટલાક લોકોએ નામ ન આપવાની શરતે તેમને આ માહિતી આપી છે. SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ આ પહેલા કહ્યું હતું કે અદાણી ગ્રુપની કંપનીઓ લોનના વ્યાજને ચૂકવી રહી હતી અને તેમને બેન્કે અત્યાર સુધી જેટલી પણ લોન આપી છે, તેને લઈ કોઈ મુશ્કેલી જોવા મળતી નથી.

ભારતીય રિઝર્વ બેન્ક એટલે કે RBIએ દેશના બેન્કિંગ રેગ્યુલેટર તરીકે અદાણી ગ્રુપને આપેલી લોનની વિગતો બેન્કો પાસેથી માંગી હતી. આ પગલું RBIએ અદાણી ગ્રુપની કંપનીઓના શેરોની કિંમતોમાં ભારે ઘટાડો આવ્યા બાદ ઉઠાવ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બ્લૂમબર્ગ મુજબ SBIના પ્રતિનિધિએ લોનની વાત પર કોઈ પ્રતિક્રિયા આપવાથી ઈનકાર કરી દીધો હતો. અલગ અલગ બેન્કો દ્વારા ગૌતમ અદાણીની કંપનીઓને આપવામાં આવેલી લોન અમેરિકામાં આધારિત હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ શેરોની કિંમતમાં થયેલા ઘટાડાના કારણે નજરમાં આવ્યા છે. Credit Suisse અને સિટીગ્રુપ ઈન્કના વેલ્થ યુનિટ્સે કોલેટરલ તરીકે જૂથમાંથી સિક્યોરિટીઝ સ્વીકારવાનું બંધ કરી દીધું.

ત્યારે અદાણીએ આ આરોપોને રદ કરી દીધા છે અને રિપોર્ટને ખોટા ગણાવ્યા છે. અદાણીએ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. ઘણી સ્થાનિક બેંકોને પણ વિશ્વાસ છે કે અદાણી ગ્રુપ તેમની લોનને યોગ્ય રીતે ચૂકવી દેશે. બીજી તરફ સરકારી લેન્ડર પંજાબ નેશનલ બેન્કે અદાણી ગ્રુપને 70 બિલિયન રૂપિયાની લોન આપી છે. ગયા મહિને બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ અતુલ ગોયલે આ જાણકારી આપી હતી. આમાંથી લગભગ એક તૃતીયાંશ ભાગ અદાણીના એરપોર્ટ બિઝનેસને આપવામાં આવ્યો છે.

FPO પાછો લીધો

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે બુધવારે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર -FPO યોજના પાછી ખેંચી લીધી છે. આ પછી ગૌતમ અદાણી પોતે સામે આવ્યા છે અને રોકાણકારોને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અદાણીએ  એફપીઓ પાછો ખેંચવાનું કારણ પણ આપ્યું છે. રૂપિયા  20,000 કરોડનો આ FPO 27 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી 31 જાન્યુઆરીએ બંધ કરવામાં આવ્યો હતો. અદાણીએ જણાવ્યું હતું કે સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થયા પછી તેને પાછો ખેંચી લેવાના નિર્ણયથી ઘણાને આશ્ચર્ય થશે.

Next Article