Sapphire Food IPO : KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવી કમાણીની તક, રોકાણ પહેલા કંપની વિશે જાણો વિગતવાર

|

Nov 09, 2021 | 9:37 AM

KFC અને પિઝા હટનું સંચાલન કરતી સેફાયર ફૂડ્સનો IPO આજે 9 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે જે 11 નવેમ્બરે બંધ થશે.

Sapphire Food IPO : KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવી કમાણીની તક, રોકાણ પહેલા કંપની વિશે જાણો વિગતવાર
Sapphire Food IPO

Follow us on

Sapphire Food IPO :શેરબજારમાં IPO માર્કેટ સતત રોકાણકારોને માલામાલ બનાવી રહ્યું છે. નવેમ્બરમાં ઘણી મોટી કંપનીઓના IPO આવી રહ્યા છે. ત્રણ કંપનીઓના IPO ચાલુ અઠવાડિયે આવી રહ્યા છે. આ કંપનીઓ રૂ 21,000 કરોડથી વધુ એકત્ર કરે તેવી અપેક્ષા છે.

8 નવેમ્બરે Paytm ની પેરેન્ટ કંપની One97 Communications ના IPO બાદ આજે 9 નવેમ્બરે  KFC અને પિઝા હટ રેસ્ટોરન્ટનું સંચાલન કરતી કંપની Sapphire Foods India Ltd અને આવતીકાલે 10 નવેમ્બરે Latent View Analytics નો IPO છે. Paytm, Sapphire Foods અને Latent View Analytics ના IPO અગાઉઅ દિવાળીના અઠવાડિયામાં પણ વિવિધ ક્ષેત્રોની પાંચ કંપનીઓના IPO સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. આજે (NYKAA)FSN ઈ-કોમર્સ વેન્ચર્સ લિમિટેડ ના શેરનું એલોટમેન્ટ થઇ રહ્યું છે. આ ઉપરાંત PB Fintech, PolicyBazaarની પેરેન્ટ કંપની Fino Payments, SJS Enterprises અને Sigachi Industries ના IPO પણ તાજેતરમાં આવ્યા છે.

Sapphire Foods IPO આજે ખુલ્યો 
2073 કરોડનો ઈશ્યુ છે. KFC અને પિઝા હટનું સંચાલન કરતી સેફાયર ફૂડ્સનો IPO આજે 9 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે જે 11 નવેમ્બરે બંધ થશે. ઇશ્યૂનું કદ રૂ 2073 કરોડ હશે. આમાં ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે નહીં. માત્ર વેચાણ માટે ઓફર (OFS) હશે. આ સ્ટોક 22 નવેમ્બરે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

સેફાયર ફૂડ્સે IPO પ્રાઇસ બેન્ડ રૂ. 1120-1180 નક્કી કરી છે. સેફાયર ફૂડ્સના IPOમાં 12 શેરનો એક લોટ હશે. અપર પ્રાઇસ બેન્ડના સંદર્ભમાં ઇશ્યૂમાં ઓછામાં ઓછા રૂ 14,160નું રોકાણ કરવું જરૂરી રહેશે. ઇશ્યૂના 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (QIBs), 15 ટકા બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે આરક્ષિત રહેશે.

 

Sapphire Foods IPO Details

IPO Opening Date Nov 9, 2021
IPO Closing Date Nov 11, 2021
Issue Type Book Built Issue IPO
Face Value ₹10 per equity share
IPO Price ₹1120 to ₹1180 per equity share
Market Lot 12 Shares
Min Order Quantity 12 Shares
Listing At BSE, NSE
Issue Size 17,569,941 Eq Shares of ₹10
(aggregating up to ₹2,073.25 Cr)
Offer for Sale 17,569,941 Eq Shares of ₹10
(aggregating up to ₹2,073.25 Cr)

 

પ્રથમ દિવસે Paytm નો ઈશ્યૂ માત્ર 18% સબસ્ક્રાઈબ થયો
One97 Communication એ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ની પેરેન્ટ કંપની રૂ. 18,300 કરોડની જાહેર ઓફર લાવી છે. IPO ઓપનિંગના પહેલા દિવસે Paytmનો ઈશ્યૂ (Paytm IPO) 18 ટકા સબસ્ક્રાઈબ થયો છે. કંપનીએ ઇશ્યૂ હેઠળ બિડિંગ માટે 4.83 કરોડ શેર ઓફર કર્યા છે. તમને જણાવી દઈએ કે Paytm નો IPO આવતીકાલે 10 નવેમ્બર 2021 ના ​​રોજ બંધ થશે.

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની સારી શરૂઆત, SENSEX 60609 ઉપર ખુલ્યો
આ પણ વાંચો : Nykaa IPO Allotment Status: શું તમે આ કંપનીમાં રોકાણ કર્યું છે? આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહીં
Next Article