Sansera Engineering IPO: 1280 કરોડના ઈશ્યુ માટે આ કંપની આપી રહી છે કમાણીની તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે વિગતવાર

|

Sep 14, 2021 | 8:00 AM

Sansera Engineering IPO સંપૂર્ણ ઓફર ફોર સેલ (OFS) રહશે. આમાં પ્રમોટરો અને હાલના રોકાણકારો OFS દ્વારા તેમનો હિસ્સો ઘટાડશે. ઓફર ફોર સેલ દ્વારા કુલ 1,72,44,328 ઇક્વિટી શેર વેચવામાં આવશે.

સમાચાર સાંભળો
Sansera Engineering IPO: 1280 કરોડના ઈશ્યુ માટે આ કંપની આપી રહી છે કમાણીની તક, રોકાણ પહેલા જાણો ઓફર વિશે  વિગતવાર
IPO Investment Tips

Follow us on

Sansera Engineering IPO: આજે 14 સપ્ટેમ્બરના રોજ ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ બનાવતી કંપની Sansera Engineering તમને કમાવાની તક આપી રહી છે.કંપનીનો 1280 કરોડનો IPO આજે ખુલ્યો છે. 14 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી આ ઇશ્યુમાં રોકાણ કરી શકાશે. Sansera Engineering એ આ માટે પ્રાઇસ બેન્ડ 734-744 રૂપિયા નક્કી કર્યા છે. ઓફર ફોર સેલ (OFS) દ્વારા લગભગ 1.72 કરોડ શેર વેચવામાં આવશે. જો તમે પણ આ ઈશ્યુમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા તેની વિગતો જાણવી જરૂરી છે. કંપનીએ આ વર્ષે જૂન 2021 માં માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે આ IPO માટે અરજી કરી હતી, જે ઓગસ્ટમાં મંજૂર કરવામાં આવી હતી.

ઈશ્યુ સંપૂર્ણપણે OFS હશે
Sansera Engineering IPO સંપૂર્ણ ઓફર ફોર સેલ (OFS) રહશે. આમાં પ્રમોટરો અને હાલના રોકાણકારો OFS દ્વારા તેમનો હિસ્સો ઘટાડશે. ઓફર ફોર સેલ દ્વારા કુલ 1,72,44,328 ઇક્વિટી શેર વેચવામાં આવશે. OFS માં 86,35,408 શેર Client Ebene Ltd 48,36,723 શેર CVCIGP II Employees EBENE 2058069 શેર, S Sekhar Vasan, 571376 , Unni Rajagopal K, 571376, FR Singhvi દ્વારા 571376 શેર અને ડી દેવરાજ દ્વારા પણ શેર વેચવામાં આવશે.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 IPO ની અગત્યની તારીખ 
IPO Open Date                     Sep 14, 2021
IPO Close Date                    Sep 16, 2021
Basis of Allotment Date     Sep 21, 2021
Initiation of Refunds          Sep 22, 2021
Credit of Shares                  Sep 23, 2021
IPO Listing Date                 Sep 24, 2021

ICICI સિક્યોરિટીઝ, IIFL સિક્યોરિટીઝ અને નોમુરા ફાઇનાન્સિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) આ ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર રહેશે.

કેટલું ન્યૂનતમ રોકાણ જરૂરી?
Sansera Engineering તેના ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ 734-744 રૂપિયા નક્કી કર્યા છે. 20 શેરની લોટ સાઇઝ નક્કી કરવામાં આવી છે. એટલે કે અપર પ્રાઇસ બેન્ડ મુજબ ઓછામાં ઓછા 14880 રૂપિયાનું રોકાણ કરવું પડશે. Sansera Engineering ઓટોમોટિવ અને નોન-ઓટોમોટિવ ક્ષેત્રો માટે જટિલ અને નિર્ણાયક ચોકસાઇ એન્જિનિયર્ડ ઘટકોનું ઉત્પાદન કરે છે. કંપનીના દેશભરમાં 15 ઉત્પાદન પ્લાન્ટ છે. કંપનીની 65 ટકા આવક ઘરેલુ વ્યવસાયમાંથી આવે છે.

કોના માટે કેટલું અનામત છે
Sansera Engineering IPO માં 50 ટકા ક્વોલિફાઈડ સંસ્થાકીય ખરીદદારો માટે, 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત છે. ઇશ્યૂ હેઠળ કંપનીના કર્મચારીઓ માટે 9 કરોડ શેર અનામત રાખવામાં આવ્યા છે. કંપનીના કર્મચારીઓ 36 રૂપિયા પ્રતિ શેરના ડિસ્કાઉન્ટ ભાવે બીડ લગાવી શકે છે.

નાણાકીય વર્ષ 2021 માં કંપનીની આવક 1572.36 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2020 માં આવક 1828.24 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2021 માં કંપનીનો નફો રૂ 110 કરોડની આસપાસ હતો.

 

આ પણ વાંચો :  ANIL AMBANI ની એક જીતે રોકાણકારોની બદલી કિસ્મત, ગ્રુપના તમામ શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

Next Article