Samhi Hotels IPO : હાલમાં IPO પૂરજોશમાં ચાલી રહી છે. એક પછી એક નવી કંપનીઓના IPO ખુલી રહ્યા છે. આજે વધુ એક કંપની Samhi Hotelsનો IPO ખુલી રહ્યો છે. IPO આજે એટલે કે 14મી સપ્ટેમ્બરે ખુલ્યો છે. સામહી હોટેલ્સ આઈપીઓની પ્રાઇસ બેન્ડ રૂ. 119 થી રૂ. 126 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
ટોચના શેર બ્રોકરના અહેવાલ મુજબ, આજે સમહી હોટેલ્સ ગ્રે માર્કેટમાં રૂ. 35ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહી છે. જો લિસ્ટિંગ સુધી આ ટ્રેન્ડ ચાલુ રહે તો કંપની રૂ. 161માં ડેબ્યૂ કરી શકે છે. એટલે કે રોકાણકારો પ્રથમ દિવસે 27 ટકાથી વધુ નફો મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે, Samhi Hotels IPO રોકાણકારો માટે 18 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે.
આ પણ વાંચો : Mumbai માં સૌથી મોટી Land Deal ના કારણે Shilpa Shetty ના રેસ્ટોરન્ટને તાળા લાગ્યા, જાણીતી ટેક્સટાઇલ મિલ પર આ અસર પડશે
સમહી હોટેલ્સ આઈપીઓની લોટ સાઈઝ 119 શેર છે. રોકાણકારે ઓછામાં ઓછું 14,994 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કોઈપણ રોકાણકાર એક સાથે વધુમાં વધુ 7973 લોટ પર દાવ લગાવી શકે છે. સમહી હોટેલ્સ IPO ના શેરની ફાળવણી 22 સપ્ટેમ્બર 2023 ના રોજ થઈ શકે છે. જ્યારે, BSE અને NSEમાં 27મી સપ્ટેમ્બરે લિસ્ટિંગ થઈ શકે છે.
સામહી હોટેલ્સનો IPO આજે 14 સપ્ટેમ્બરે ખુલી 18 સપ્ટેમ્બરે બંધ થશે. આ ઓફર હેઠળ રૂ. 1200 કરોડના નવા ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. વધુમાં, ત્રણ શેરધારકો દ્વારા 1.35 કરોડ ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચવામાં આવશે.
તાજા ઇશ્યુનું કદ અગાઉના રૂ. 1000 કરોડથી વધારીને રૂ. 1200 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, OFSનું કદ પણ 90 લાખ શેરથી વધારીને 1.35 કરોડ શેર કરવામાં આવ્યું છે. ઇક્વિટી ઇન્ટરનેશનલ ફંડ Vની માલિકીની સિંગાપોર સ્થિત બ્લુ ચંદ્રા Pte લિમિટેડ OFSમાં 84.28 લાખ ઇક્વિટી શેર વેચશે. તે જ સમયે, ગોલ્ડમેન સૅશ ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ (એશિયા) 49.31 લાખ શેર્સ અને GTI કેપિટલ આલ્ફા OFS દ્વારા 1.4 લાખ શેરનું વેચાણ કરશે.