Second Hand Vehicle ના વેચાણમાં થઇ રહ્યો છે નોંધપાત્ર વધારો, જાણો શું છે કારણ?

|

Dec 25, 2021 | 6:59 AM

જૂના વાહનોની માંગ નાના શહેરોમાંથી વધુ આવવાની ધારણા છે અને જુના વાહનોનું વેચાણ હાલના 55 ટકાથી વધીને આગામી ચાર વર્ષમાં લગભગ 70 ટકા થવાની ધારણા છે.

Second Hand Vehicle ના વેચાણમાં થઇ રહ્યો છે નોંધપાત્ર વધારો, જાણો શું છે કારણ?
econd hand vehicles market

Follow us on

આવનારા સમયમાં ભારતમાં સેકન્ડ હેન્ડ વ્હિકલ(second hand vehicle) માર્કેટમાં જોરદાર તેજી આવી શકે છે અને વર્ષ 2026 સુધીમાં માર્કેટનું કદ વધીને બમણું થઈ શકે છે. કન્સલ્ટિંગ ફર્મ ગ્રાન્ટ થોર્ન્ટન ઇન્ડિયા(grant thornton india)એ સેકન્ડ હેન્ડ વ્હીકલ માર્કેટ(second hand vehicles market)ને લઈને પોતાના રિપોર્ટમાં આ અંદાજ આપ્યો છે.

બજારનું કદ 2030 સુધીમાં 70.8 અબજ ડોલર થવાની ધારણા
રિપોર્ટ અનુસાર ભારતમાં યુઝ્ડ વ્હિકલ માર્કેટ(used vehicle market) 2026 સુધીમાં 82 લાખ યુનિટ સુધી પહોંચી શકે છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આ આંકડો 40 લાખ હતો.  અહેવાલમાં જણાવાયું છે કે નાના શહેરોમાં આ વાહનોની વધુ માંગ, નવા વાહનોની વધતી કિંમતો અને ગ્રાહકોની બદલાતી પસંદગીઓને કારણે વપરાયેલા વાહનોના બજારમાં વધારો થયો છે. ‘ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયા’ (grant thornton india)રિપોર્ટમાં જણાવાયું છે કે 2021 અને 2030 વચ્ચે 14.8 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર સાથે બજારનું કદ 2030 સુધીમાં 70.8 અબજ ડોલર થવાની ધારણા છે.

નવા વાહનોની વધતી કિંમતની અસર 
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવા વાહનોની વધતી કિંમતોને કારણે જૂના વાહનો ભારતીય ગ્રાહકોની પસંદગીની પસંદગી બની શકે છે. ‘ગ્રાન્ટ થોર્ન્ટન ભારત’ના ઓટો સેક્ટરના પાર્ટનર અને હેડ સાકેત મહેરાએ જણાવ્યું હતું કે ગ્રાહકો હવે પહેલા કરતાં વધુ જુના વાહનો ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે જૂના વાહનોની માંગ નાના શહેરોમાંથી વધુ આવવાની ધારણા છે અને જુના વાહનોનું વેચાણ હાલના 55 ટકાથી વધીને આગામી ચાર વર્ષમાં લગભગ 70 ટકા થવાની ધારણા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવા વાહનોની માંગ પર ચિપ કટોકટીની અસર
નવા વાહનોની માંગને ચિપ કટોકટીથી અસર થઈ છે. સેમિકન્ડક્ટર (ચિપ)ની અછતને કારણે નવેમ્બર દરમિયાન દેશમાં પેસેન્જર વાહનોના જથ્થાબંધ વેચાણમાં 19 ટકાનો ઘટાડો થયો છે. સિયામે કહ્યું કે સેમિકન્ડક્ટરની અછતને કારણે વાહનોના ઉત્પાદન અને પુરવઠા પર ખરાબ અસર પડી રહી છે. ચિપની અછતને કારણે ગયા મહિને પેસેન્જર વાહનો (PV) નું જથ્થાબંધ વેચાણ નવેમ્બર 2020 માં 2,64,898 એકમોની સરખામણીમાં 19 ટકા ઘટીને 2,15,626 યુનિટ થયું હતું. આ કારણોસર તહેવારોની સિઝન ઘણા વર્ષોમાં સૌથી ખરાબ સિઝન સાબિત થઈ છે. હાલમાં કંપનીઓની પાસે ઘણા બધા ઓર્ડર પેન્ડિંગ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને માહિતી આપી હતી કે જો ઓમિક્રોનને કારણે ચિપ ઉત્પાદક દેશોમાં નિયંત્રણો લાદવામાં આવશે તો સ્થિતિ વધુ ખરાબ થશે. જો બધું સામાન્ય રહે તો પણ ઓટો સેક્ટર 2023 સુધીમાં જ કોવિડ પહેલાની સ્થિતિમાં પહોંચી શકશે.

કોરોનાકાળમાં પ્રાઈવેટ વેહીકલનું ચલણ વધ્યું
કોરોનાકાળમાં ઘણા લોકોમાં સંક્રમણથી બચવા પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્થાને પ્રાઇવેટ વેહીકલના ઉપયોગ ઉપર ભાર મુકાયો છે. સામાન્ય લોકો દ્વારા કિંમતની દ્રષ્ટિએ સેકન્ડ હેન્ડ વેહિકલ અનુકૂળ રહેતા હોવાથી તેઓ જુના વાહનોની ખરીદી વધુ કરી રહ્યા છે.

આ પણ વાંચો :  Telangana: રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ My Home Groupના અધ્યક્ષ ડો. રામેશ્વર રાવ સર્વોચ્ચ સન્માનથી સન્માનિત

આ પણ વાંચો : Indipaisa અને NSDL પેમેન્ટ બેંકે ફીનટેક પ્લેટફોર્મ લોન્ચ કરવા માટે કરી ભાગીદારી, ભારતના વિકાસશીલ 63 મિલિયન SME ક્ષેત્રનું લક્ષ્ય

Next Article