Sabka Sapna Money Money : Large Cap Mutual Fund શું છે ? જાણો કેવી રીતે આપશે સુરક્ષિત અને સારુ રિટર્ન

|

Aug 15, 2023 | 3:59 PM

Large-Cap Mutual Funds : લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ પણ સામેલ છે. લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ છે કે જે બજારના કેપિટલાઇઝેશનના આધાર પર ટોચની 100 કંપનીઓમાં પૂલ મનીનો 80 ટકા હિસ્સો ધરાવે છે.

Sabka Sapna Money Money : Large Cap Mutual Fund શું છે ? જાણો કેવી રીતે આપશે સુરક્ષિત અને સારુ રિટર્ન

Follow us on

Mutual Fund Investment: આજના સમયમાં રોકાણ (investment) માટે મ્યુચ્યુઅલ ફંડને શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે રોકાણકારોનો એક મોટો ભાગ સારુ રિટર્ન મેળવવામાં પોતાની મહેનતની કમાણી લગાવી રહ્યો છે. આવા જ મ્યુચ્યુઅલ ફંડમાં એક લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ (Large-Cap Mutual Funds) પણ સામેલ છે. લાર્જ-કેપ મ્યુચ્યુઅલ ફંડ (Large Cap Mutual Fund ) એવા ફંડ છે કે જે બજારના કેપિટલાઇઝેશનના આધાર પર ટોચની 100 કંપનીઓમાં પૂલ મનીનો 80 ટકા હિસ્સો ધરાવે છે. જે સારું વળતર આપે છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money : Mutual Fund શું છે? તેમાં રોકાણ કેવી રીતે શરૂ કરવું? કેટલુ રિટર્ન મળી શકે ? જાણો તમામ માહિતી

લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ શું છે ?

લાર્જ કેપનો અર્થ કોઇ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 10 અરબ ડોલરથી વધુ થવા સાથે છે. લાર્જ કેપ, લાર્જ માર્કેટ કેપિટલાઇઝેશનનું શોર્ટ ફોર્મ છે. કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનની ગણતરી કંપનીના શેરની સંખ્યાને તેના શેર દીઠ કિંમત દ્વારા ગુણાકાર કરીને કરવામાં આવે છે. કંપનીના શેરને સામાન્ય રીતે લાર્જ કેપ, મિડ કેપ અથવા સ્મોલ કેપ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

અન્ય કંપનીની સરખામણીમાં રહે છે ઓછા ઉતાર-ચઢાવ

સેબીના નિયમો અનુસાર લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડને બજારના કેપિટલાઇઝેશનના આધાર પર 100 કંપનીઓમાં રોકાણ કરવાની આવશ્યકતા રહે છે. આ મોટી કંપનીઓ અસ્થિર બજારમાં સારુ પ્રદર્શન કરે છે. કારણ કે અન્ય કંપનીઓની સરખામણીમાં કીંમતમાં ઉતાર-ચઢાવ ઓછા રહે છે. એટલે જ તે ઓછા જોખમી એટલે કે સુરક્ષિત મ્યુચ્યુઅલ ફંડની શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો- Sabka Sapna Money Money : 4 પ્રકારની Mutual Fund SIP સારુ વળતર કરી આપશે, નાણાં કમાવાની છે શ્રેષ્ઠ રીત

માર્કેટ કેપિટલાઇઝેશન એ કંપનીના માર્કેટ ડેપ્થનું સૂચક

માર્કેટ કેપિટલાઇઝેશન કંપનીના બજાર કદને દર્શાવે છે. રોકાણ ઉદ્યોગમાં કોઇ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન એક મહત્વપૂર્ણ પાસું છે કારણ કે તે રોકાણ કંપનીઓ અને વ્યક્તિગત રોકાણકારો દ્વારા ગણવામાં આવે છે. માર્કેટ કેપિટલાઇઝેશન એ કંપનીના માર્કેટ ડેપ્થનું સૂચક પણ છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article