Mutual Fund : ડેટ મ્યુચ્યુઅલ ફંડ (Debt Mutual Fund ) તે છે જે નિશ્ચિત આવકની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે સરકારી સિક્યોરિટીઝ, કોર્પોરેટ બોન્ડ વગેરેમાં રોકાણ કરે છે. તમે કોઈપણ જોખમ વિના તેમાં રોકાણ કરી શકો છો. ચાલો તેના વિશે જાણીએ.
આજે મ્યુચ્યુઅલ ફંડએ રોકાણ માટે સૌથી લોકપ્રિય રોકાણનો વિકલ્પ છે.જો કે તેમાં પણ એક મ્યુચ્યુઅલ ફંડ ‘ડેટ મ્યુચ્યુઅલ ફંડ’ છે. જે નિશ્ચિત આવકની સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. આ મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે સરકારી સિક્યોરિટીઝ, કોર્પોરેટ બોન્ડ વગેરેમાં રોકાણ કરે છે. જો તમે જોખમ વિના રોકાણ કરવા માગો છો અને સારું વળતર મેળવવા માગો છો તો આ તમારા માટે એક આદર્શ વિકલ્પ બની શકે છે. જોખમની સાથે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં વળતર પણ ખૂબ જ સ્થિર હોય છે. તમને લગભગ એક સમાન વળતર મળતુ રહે છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનો પ્રથમ અને મુખ્ય ફાયદો એ છે તે તેમાં જોખમ નથી. તેમાં તમારા પૈસા ડૂબી જવાની શક્યતા બિલકુલ નહીંવત છે. આ ફંડ એવા સાધનોમાં રોકાણ કરવામાં આવે છે જેનું વળતર નિશ્ચિત હોય છે. આવી સ્થિતિમાં તમારા પૈસા ડૂબવાની બિલકુલ શક્યતા નથી. આ ભંડોળ ખૂબ જ લિકવિડ હોય છે, તેને ખરીદવું અને વેચવું ખૂબ જ સરળ છે. તે રોકાણના અન્ય ફિક્સ ફંડ સાધનો જેમ કે ફિક્સ્ડ ડિપોઝિટ, બચત ખાતા વગેરે કરતાં વધુ સારું વળતર આપે છે.
હવે તેમાંથી મળતા રિટર્ન પર લાગતા ટેક્સની વાત કરીએ તો તેમાં રોકાણ કર્યા પછી જો તમે ત્રણ વર્ષ સુધી હોલ્ડિંગ રાખો છો તો તમારા ઈન્કમ ટેક્સ સ્લેબ પ્રમાણે તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે. જો તમે ત્રણ વર્ષથી વધુ સમય માટે હોલ્ડ કરો છો તો તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડશે. તો સાથે જ તેમાં 50,000 રૂપિયા સુધી મળતું રિટર્ન ટેક્સ ફ્રી રહે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)