Sabka Sapna Money Money : Mid Cap Fund શું છે ? શું તેમા રોકાણ કરવું જોખમી છે ? જાણો કેટલુ વળતર આપી શકે

|

Aug 16, 2023 | 4:34 PM

જો તમે તમારા નાણાંનું રોકાણ (Investment ) કરીને તેના પર સારુ વળતર મેળવવા માગો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે મિડ-કેપ ઇક્વિટી ફંડ્સમાં (Mid Cap Fund) રોકાણ કરી શકો છો.

Sabka Sapna Money Money : Mid Cap Fund શું છે ? શું તેમા રોકાણ કરવું જોખમી છે ? જાણો કેટલુ વળતર આપી શકે

Follow us on

Mutual fund : જો તમે તમારા નાણાંનું રોકાણ (Investment ) કરીને તેના પર સારુ વળતર મેળવવા માગો છો તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. તમે મિડ-કેપ ઇક્વિટી ફંડ્સમાં (Mid Cap Fund) રોકાણ કરી શકો છો. મિડ-કેપ ફંડ્સે છેલ્લા 1 વર્ષમાં 36 ટકા સુધીનું વળતર આપ્યું છે. તમારે મિડ કેપ ફંડમાં ત્યારે જ રોકાણ કરવું જોઈએ જ્યારે તમે જોખમ લઈ શકો તેમ છો. એટલે કે અહીં તમારે નફાની સાથે જોખમનો પણ સામનો કરવો પડી શકે છે. ચાલો તમને આ ફંડ વિશે જણાવીએ.

આ પણ વાંચો-ભારતીયો નોકરીને નહીં બિઝનેસને આપી રહ્યા છે મહત્વ, દરેક 10માંથી 7ની પહેલી પસંદ બિઝનેસ, સર્વેમાં થયો ખુલાસો

મિડ-કેપ ફંડ શું છે ?

મિડ-કેપ ઇક્વિટી ફંડને મિડ-કેપ મ્યુચ્યુઅલ ફંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ફંડ મિડ-કેપ કંપનીઓના શેર છે, રોકાણકારો આ શેરમાં જ રોકાણ કરતા હોય છે. તે SEBI દ્વારા નિર્ધારિત ધોરણો હેઠળ માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 101માંથી 250મા નંબરની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. આ ફંડ્સમાં જોખમ અને વળતર બંનેનું મિશ્રણ હોય છે. જ્યારે તમે આ કંપનીઓના શેરમાં રોકાણ કરો છો, ત્યારે બજારના ફેરફારો તમારા રોકાણને અસર કરે છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

જોખમ લીધા પછી જ રોકાણ કરો

લાર્જ કેપ ફંડ્સની સરખામણીમાં મિડ-કેપ ફંડ્સ વધુ જોખમ ધરાવે છે. આવી સ્થિતિમાં માત્ર એવા રોકાણકારોએ આ ફંડમાં રોકાણ કરવું જોઈએ જેઓ જોખમ લઈ શકે. જો તમે આ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરો છો, તો તે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારે આ ફંડમાં 2 વર્ષથી 5 વર્ષ માટે રોકાણ કરવું જોઈએ. જો કે મિડ-કેપ્સ લાર્જ-કેપ્સ ફંડ કરતાં વધુ સારું પ્રદર્શન આપે છે, પરંતુ બજારના ઘટાડા પછી આ ફંડ્સ ઘટી શકે છે.

જાણો કેટલુ રોકાણ કરવુ જોઇએ

નિષ્ણાતોના મતે તમારે મિડ-કેપ ફંડ્સમાં તમારા પોર્ટફોલિયોના માત્ર 20 ટકાથી 30 ટકા જ રોકાણ કરવું જોઈએ. ધારો કે તમારી પાસે 1000 રૂપિયા છે, તો તમારે આ ફંડમાં માત્ર 200 થી 300 રૂપિયાનું રોકાણ કરવું જોઈએ. તમારે આ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ કરવું જોઈએ.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article