Sabka Sapna Money Money : Index Funds શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું ? જાણો તેમાં કોણ કરી શકે છે રોકાણ

Index Funds એ મ્યુચ્યુઅલ ફંડ્સની ખૂબ જ જાણીતી કેટેગરી છે. જેમાં ઓછા જોખમમાં વધુ રિટર્નનો લાભ મળે છે. Index Fundમાં SIP પણ કરી શકાય છે. આ ફંડને પેસિવ ફંડ પણ કહી શકાય છે. ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરવા માટે તમે ફંડ હાઉસની સત્તાવાર વેબસાઇટ અથવા કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.ઈન્ડેક્સ ફંડને ઓછા ખર્ચે રોકાણ ગણવામાં આવે છે.

Sabka Sapna Money Money : Index Funds શું છે અને તેમાં કેવી રીતે રોકાણ કરવું ? જાણો તેમાં કોણ કરી શકે છે રોકાણ
| Edited By: | Updated on: Sep 23, 2023 | 4:02 PM

Mutual Funds :  Index Funds એ મ્યુચ્યુઅલ ફંડ્સની ખૂબ જ જાણીતી કેટેગરી છે. જેમાં ઓછા જોખમમાં વધુ રિટર્નનો લાભ મળે છે. Index Fundમાં SIP પણ કરી શકાય છે. આ ફંડને પેસિવ ફંડ પણ કહી શકાય છે. ઇન્ડેક્સ ફંડ્સમાં રોકાણ કરવા માટે તમે ફંડ હાઉસની સત્તાવાર વેબસાઇટ અથવા કોઈપણ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.ઈન્ડેક્સ ફંડને ઓછા ખર્ચે રોકાણ ગણવામાં આવે છે.

આ પણ વાંચો-Sabka Sapna Money Money: શું છે SIP અને STP વચ્ચેનો તફાવત ? સમજ્યા પછી મ્યચ્યુઅલ ફંડમાં મેળવી શકાશે વધુ વળતર

શું છે Index Funds ?

Index Fund શેર બજારના નિફ્ટી 50 અને સેન્સેક્સ 30માં સામેલ કંપનીઓના શેરમાં જ રોકાણ કરે છે. ઇન્ડેક્સમાં તમામ કંપનીઓનું જેટલુ વેઇટેજ હોય છે ,સ્કીમમાં એટલા જ રેશિયોમાં તેના શેર ખરીદવામાં આવે છે. એટલે આ ફંડ્સનું પ્રદર્શન પણ તે Index જેવુ જ હોય છે. એટલે કે Indexનું પ્રદર્શન સારુ હશે તો તે ફંડમાં રિટર્ન પણ સારુ મળવાની સંભાવના રહે છે.

ખર્ચ હોય છે ખૂબ જ ઓછો

Index Fundsમાં રોકાણ કરવાનો ખર્ચ અપેક્ષા કરતા ખૂબ જ ઓછો હોય છે. કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સમાં જ્યાં એસેટ મેનેજમેન્ટ કંપની લગભગ 2 ટકા શુલ્ક વસુલે છે. ત્યાં Index Fundsમાં શુલ્ક ખૂબ જ ઓછો એટલે કે લગભગ 0.5 ટકાથી 1ની વચ્ચે હોય છે.

ડાયવર્સિફિકેશનનો મળે છે લાભ

Index Fundથી રોકાણકારો પોતાનો પોર્ટફોલિયો ડાયવર્સિફાય કરી શકે છે. જેના કારણે નુકસાનની સંભાવના ઘટી જાય છે. જો એક કંપનીના શેર નબળા પડે છે. તો બીજામાં વૃદ્ધિ થતા નુકસાન કવર થઇ જતુ હોય છે. ઉપરાંત Index Fundsમાં ટ્રેકિંગ એરર ઓછી હોય છે. જેના કારણે રિટર્નનું ચોક્કસ અનુમાન લગાવવું સરળ બની જાય છે.

કોના માટે રોકાણ કરવુ યોગ્ય છે ?

Index Fund એ રોકાણકારો માટે યોગ્ય છે કે જે ઓછા જોખમ સાથે શેરોમાં રોકાણ કરવા માગે છે. Index Fund એવા રોકાણકારો માટે જે જોખમની ગણતરી કરવા સાથે ચાલે છે , ભલે પછી તેમાં રિટર્ન ઓછુ મળે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:02 pm, Sat, 23 September 23