
Mutual Fund : હાલના સમયમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે પરંતુ લોકોની આવક સમાન પ્રમાણમાં વધી રહી નથી.ત્યારે લોકો મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે અગાઉથી નાણાકીય આયોજન (financial planning) કરી રહ્યા છે. ત્યારે માતા-પિતાએ પોતાના બાળકોના ભવિષ્યની ચિંતા કરવી વ્યાજબી છે. જો તમે પણ તમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરવા માગો છો, તો તેમના માટે નાણાકીય આયોજન કરવું જરૂરી છે.
તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે, તમે SIPમાં રોકાણ કરી શકો છો. જો તમે આ ફંડમાં દર મહિને નાનું પણ રોકાણ કરો છો, તો તમારા બાળકો મોટા થશે ત્યાં સુધીમાં લાખો રૂપિયાનું ફંડ એકત્ર થઈ જશે. બાળકોના શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચ માટે આ તમને ઘણી મદદ કરી શકે છે.
તમારા બાળકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તમે તમારી આવક અને બચત અનુસાર દર મહિને SIPમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. જો તમે દર મહિને રૂ. 5 હજારથી રોકાણ કરવાનું શરૂ કરો છો તો તમારું બાળક 20 વર્ષનું થાય ત્યાં સુધીમાં તમારી પાસે તેના માટે 50 લાખ રૂપિયાનું ફંડ સરળતાથી તૈયાર થઈ જશે.નિષ્ણાતોના મતે SIP તમને લાંબા ગાળામાં વધુ સારું વળતર આપી શકે છે કારણ કે તેમાં તમને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. સામાન્ય રીતે SIPમાં 12 ટકા સુધીનું વળતર મળે છે.
જો તમે બાળકના જન્મની સાથે જ દર મહિને રૂપિયા 5 હજારની SIP શરૂ કરો છો અને તેને આગામી 20 વર્ષ સુધી ચાલુ રાખો છો તો આ રીતે તમે કુલ રૂ. 12 લાખનું રોકાણ કરો છો. જો તમને આના પર ઓછામાં ઓછું 12 ટકા વળતર મળે છે તો તમને 20 વર્ષમાં કુલ 37,95,740 રૂપિયાનું વ્યાજ મળશે. જો તમે બંનેને ભેગા કરો છો તો તમારી પાસે તમારા બાળકો માટે 49,95,740 રૂપિયાનું મોટું ફંડ તૈયાર હશે.
જો તમે આ રોકાણને 20 વર્ષની જગ્યાએ 25 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો સ્કીમ પૂર્ણ થવા પર તમને કુલ 94,88,175 રૂપિયાનું ફંડ મળશે. આ રીતે તમે આટલું મોટું ફંડ સરળતાથી બનાવી શકો છો જે તમે અન્ય કોઈ સ્કીમમાંથી મેળવી શકતા નથી. અહીં અમે SIP પર સરેરાશ વળતરની ગણતરી કરી છે. કેટલીકવાર તમને આના કરતા પણ વધુ વળતર મળી શકે છે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
Published On - 4:50 pm, Wed, 13 September 23