બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund) દ્વારા ડેટ સેગમેન્ટમાં એક નવું બેન્કિંગ અને PSU ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ NFO નું સબસ્ક્રિપ્શન આજથી એટલે કે 25 ઓક્ટોબરથી ખુલી રહ્યું છે, જે 6 નવેમ્બરના રોજ બંધ થશે. ફંડ હાઉસના જણાવ્યા મૂજબ, તેઓ બેન્ક, PSU, જાહેર નાણાકીય સંસ્થાઓ અને મ્યુનિસિપલ બોન્ડ્સના ડેટ વિકલ્પોમાં રોકાણ કરશે. આ એક ઓપન-એન્ડેડ ડેટ સ્કીમ છે, જેમાં ઊંચા વ્યાજ દરનું જોખમ અને મધ્યમ ક્રેડિટ જોખમ ધરાવે છે.
બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, લોકો ફંડમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં ઈન્વેસ્ટમેન્ટ કરી શકો છો. બજાજ ફિનસર્વ ફંડને NIFTY બેન્કિંગ અને PSU ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરવામાં આવશે. આ સ્કીમના ફંડ મેનેજર નિમેશ ચંદન છે.
આ ફંડમાં, એન્ટ્રી લોડ લાગુ પડતો નથી અને એક્ઝિટ લોડ શૂન્ય છે. આ ફંડ સ્થિર રિટર્નની શક્યતા વધારીને ક્રેડિટ રિસ્કને ઓછો કરી શકે છે. ફંડને યીલ્ડ કર્વ પર લાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 5 વર્ષની મેચ્યોરિટી પ્રોફાઈલ પર ભાર મૂકવામાં આવ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડ હાઉસના જણાવ્યા મૂજબ શોર્ટથી મીડિયમ ઈન્કમ માટે આ એક સારો વિકલ્પ છે. આ ફંડનું લક્ષ્ય ઈન્વેસ્ટરોને ફિક્ષ્ડ આવકમાં રોકાણ કરવાની તક પૂરી પાડવાનું છે. બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના CEO ગણેશ મોહન કહે છે કે, અમારું બેન્કિંગ અને PSU ફંડ રોકાણકારો માટે બેન્કિંગ અને PSU ક્ષેત્રમાં ઉપલબ્ધ નિશ્ચિત આવક રોકાણની તકોનો લાભ લેવા માટે સારો વિકલ્પ છે.
આ પણ વાંચો : Sabka Sapna Money Money: રોકાણકારો માટે કમાણીની તક, NFO માં 5000 રૂપિયાથી શરૂ કરો ઈન્વેસ્ટમેન્ટ
આ ફંડ હાઈ ક્રેડિટ ક્વોલિટી જાળવી રાખશે. ફંડ દ્વારા બેંકો અને PSU કંપનીઓના ઉચ્ચ ક્રેડિટ ક્વોલિટી ધરાવતા બોન્ડને 80% અને 20% સોવરીન અને અન્ય હાઈ ક્રેડિટ ક્વોલિટી બોન્ડમાં ફાળવણી કરવામાં આવશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)