Mutual Funds : મધ્યમ વર્ગનો માણસ આખી જીંદગી કામ કરે છે. જો કે જીવનના અંતિમ સમયમાં પણ આરામથી જીવવા માટે સરખી બચત કરી શકતો નથી. ત્યારે અત્યારથી જ રોકાણ (investment) કરીને જીંદગીના અંતિમ સમય સુધીમાં તમે તમારા માટે કરોડો રુપિયાની પુંજી એકઠી કરી શકો છો. જેના માટે રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ SIP (Systematic Investment Plan) છે. તમે મહિને 7 હજાર રુપિયાનું રોકાણ કરીને થોડા જ વર્ષોમાં કરોડો રુપિયાનું વળતર મેળવી શકો છો.
આ પણ વાંચો- Surat : વિધર્મી યુવકે ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ, પોલીસે ધરપકડ કરી
નિષ્ણાતો મતે પુંજી બનાવવા માટે નાણાંની બચત કરવી જરુરી નથી, પરંતુ નાણાંનુ યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે. યોગ્ય નાણાકીય આયોજન અને યોગ્ય રોકાણ કરવાથી સમયાંતરે તમે સારુ વળતર પ્રાપ્ત કરી શકો છો. જો કે બચત અને રોકાણ બાબતે તમારે શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે. મ્યુચ્યુઅલ ફંડ SIP સારી પુંજી એકઠી કરવા માટે સારી શરૂઆત બની શકે છે. મીડિયા અહેવાલ મુજબ યોગ્ય આયોજન અને શિસ્ત સાથે તમે મહિનામાં 7000 રૂપિયાનું રોકાણ કરીને પણ એક કરોડની સંપત્તિ બનાવી શકો છો.
જો તમે આજે SIPમાં દર મહિને 7,000 રુપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો પછીના 30 વર્ષમાં તમે 25.2 લાખ રુપિયાનું રોકાણ કરશો. જો તમારો પોર્ટફોલિયો દર વર્ષે 8 ટકાના દરે વધે છે, તો 30 વર્ષમાં તમારું ફંડ 1 કરોડનું થઈ જશે. ટ્રુ-વર્થ ફિન્સલ્ટન્ટ્સના તિવેશ શાહના જણાવ્યા અનુસાર જો તમારો પોર્ટફોલિયો 10 ટકાના દરે વધે છે, તો તમે મહિનામાં માત્ર 4,800 રૂપિયાનું રોકાણ કરીને 30 વર્ષમાં 1 કરોડ રૂપિયા મેળવી શકો છો.
જો તમને 8 ટકા વળતરની આશા છે તો 35 વર્ષની ઉંમરે જો તમે દર મહિને 10,930 રૂપિયાનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો પણ નિવૃત્તિની ઉંમર સુધીમાં તમે 1 કરોડની સંપત્તિ બનાવી શકો છો. જ્યારે 10 ટકાના વૃદ્ધિ દર અનુસાર તમે દર મહિને માત્ર 8,040 રુપિયા રોકાણ કરીને 1 કરોડ એકઠા કરી શકો છો.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)