16 મહિનાના તળિયે પહોંચ્યો રૂપિયો, જાણો સામાન્ય લોકો પર શું થશે તેની અસર

|

Dec 09, 2021 | 11:21 PM

બજારના જાણકારોના મતે ઈક્વિટી માર્કેટમાંથી વિદેશી મૂડીના સતત આઉટફ્લો અને તેલના ભાવમાં વધારાને કારણે ભારતીય રૂપિયા પર દબાણ વધ્યું છે.

16 મહિનાના તળિયે પહોંચ્યો રૂપિયો, જાણો સામાન્ય લોકો પર શું થશે તેની અસર
Indicative Image

Follow us on

આજે ડોલર (Dollar) સામે રૂપિયા (Rupee) માં ઘટાડો વધુ ઘેરો બન્યો છે. ગુરુવારે ડોલર સામે રૂપિયો 16 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જ્યાં રૂપિયાની નબળાઈને કારણે આયાત (Imports) મોંઘી થશે ત્યાં નિકાસ કરતી કંપનીઓ (Export Companies) અને ઉદ્યોગોને તેનો ફાયદો મળશે.

ડોલર સામે રૂપિયો ક્યાં પહોંચ્યો?

વિદેશમાં ડોલરની મજબૂતી અને શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોના ઉપાડ વચ્ચે આંતરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ગુરુવારે યુએસ ચલણ સામે રૂપિયો 10 પૈસા ઘટ્યો હતો અને 16 મહિનાની નીચી સપાટી 75.60 પ્રતિ ડોલર પર બંધ થયુ હતું. બજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અર્થતંત્ર પર કોરોના વાયરસના નવા વેરીઅન્ટની અસર અંગે વધતી જતી ચિંતાએ પણ રોકાણકારોની વ્યાપારી ધારણાઓને અસર કરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 75.45 પર ખુલ્યો હતો. પરંતુ રૂપિયો ટૂંક સમયમાં જ તેનો પ્રારંભિક લાભ ગુમાવી બેઠો અને  75.60 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો. કારોબારના અંતે રૂપિયો 10 પૈસા ઘટીને 75.60 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 75.50 પ્રતિ ડૉલરની લગભગ બે મહિનાની નીચી સપાટીએ બંધ થયો હતો.

રૂપિયો કેમ નબળો પડ્યો?

સિનિયર રિસર્ચ એનાલિસ્ટ શ્રીરામ અય્યરે જણાવ્યું હતું કે, “સ્થાનિક ઇક્વિટીમાંથી વિદેશી મૂડીનો સતત ઉપાડ અને તેલની કિંમતોમાં વધારાને કારણે ગુરુવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો હતો.” આ દરમિયાન, ઓમિક્રોનની તેલની માગ પર નોંધપાત્ર અસર ન હોવાના અહેવાલોએ તેલના ભાવમાં વધારો કર્યો. આ દરમિયાન છ કરન્સીની તુલનામાં ડૉલરના વલણને દર્શાવનાર ડૉલર ઇન્ડેક્સ 0.20 ટકા વધીને 96.08 પર પહોંચ્યો હતો.

રૂપિયાની નબળો પડવાથી સામાન્ય માણસ પર શું અસર થશે

રૂપિયો નબળો પડવાનો મતલબ એ છે કે ડૉલર માટે હવે વધુ રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, આવી તમામ ચીજવસ્તુઓ કે કોમોડિટીઝ કે જેની કિંમત ડોલરના આધારે નક્કી કરવામાં આવે છે તેના માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે, એટલે કે ક્રૂડ ઓઈલ અને સોના જેવી કોમોડિટીની રૂપિયામાં કિંમત વધશે.

રૂપિયાની નબળાઈને કારણે કાચા તેલમાં ઘટાડાની અસર મર્યાદિત રહી છે. આ કારણે સોનાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. રૂપિયો નબળો પડતાં અન્ય આયાતી માલસામાન અને સેવાઓ પણ મોંઘી થવાની ધારણા છે. બીજી તરફ, નબળો રૂપિયો નિકાસ ક્ષેત્ર માટે ફાયદાકારક સોદો છે. ડોલરમાં થયેલી ચુકવણીને બદલે તેમને દેશમાં પહેલા કરતા વધારે રૂપિયામાં મુલ્ય મળે છે.

 

આ પણ વાંચો :  Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર

Next Article