Rules change from 1st June 2023 : આવતીકાલથી લાગુ પડનારા આ ફેરફાર તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે

|

May 31, 2023 | 6:20 AM

Rules change from 1st June 2023 : આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી જૂન મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં આવતીકાલથી ઘણા મોટા ફેરફારો થવાના છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. મહિનાના પહેલા દિવસે તે મહિના માટે એલપીજી(LPG), સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે.

Rules change from 1st June 2023 : આવતીકાલથી લાગુ પડનારા આ  ફેરફાર તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરશે

Follow us on

Rules change from 1st June 2023 : આજે મે મહિનાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી જૂન મહિનો શરૂ થશે. આવી સ્થિતિમાં આવતીકાલથી ઘણા મોટા ફેરફારો થવાના છે. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. મહિનાના પહેલા દિવસે તે મહિના માટે એલપીજી(LPG), સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે. જે તમારા રસોડા અને ખિસ્સા બંને પર અસર કરે છે.તમને જણાવી દઈએ કે આવતીકાલથી આવનારા ફેરફારોમાં કિચન ગેસથી લઈને ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનો સમાવેશ થાય છે. કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે તો કેટલીક સસ્તી થવાની પણ શક્યતા છે. ચાલો જાણીએ કે આવતીકાલે શું પરિવર્તન થવાનું છે.

એલપીજીના ભાવ બદલાશે

એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાના પ્રથમ દિવસે નક્કી કરવામાં આવે છે. આમાં સસ્તી અને મોંઘી બંને શક્યતાઓ છે. છેલ્લા બે મહિનાથી સરકાર 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી રહી છે. જોકે, 2 મહિનાના આ સમયગાળા દરમિયાન એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં આ મહિને એલપીજીના ભાવ વધે છે કે ઘટે છે તે જોવાનું રહેશે.

ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની કિંમતો વધી શકે છે

આવતીકાલથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવું વધુ મુશ્કેલ બનશે. આવું એટલા માટે થશે કારણ કે 21 મેના નોટિફિકેશન મુજબ હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે હવે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પરની સબસિડી ઘટાડી દીધી છે. જેની અસર કાર ખરીદનારાઓ પર જોવા મળશે. જણાવી દઈએ કે, સબસિડી 15 થી ઘટાડીને 10 રૂપિયા કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર 25 થી 30 હજાર રૂપિયા મોંઘા થઈ શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

બેંક પૈસા પરત કરશે

બેંકોમાં કરોડો ના દાવા વગરના નાણા પડેલા છે. જેના માટે હવે 1 જૂનથી RBI આ દાવા વગરના પૈસાના વારસદારને શોધવા માટે અભિયાન ચલાવવા જઈ રહી છે. જેનું નામ 100 Days 100 Pays છે. આ ઝુંબેશ હેઠળ, બેંક 100 દિવસમાં ટોચની 100 દાવા વગરની થાપણો એટલે કે દાવો વગરના નાણાં તેમના માલિકને પહોંચાડવાનું કામ કરશે.

આ પણ વાંચો : 1 વર્ષમાં 275% રિટર્ન આપનાર રેલવેની કંપનીનો સ્ટોક બુલેટ ટ્રેની ગતિએ દોડી રહ્યો છે, હવે કંપનીએ ડિવિડન્ડની જાહેરાત કરી

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article