સસ્તી વિદેશી ચાએ વધારી દેશી ચાના બગીચાના માલિકોની મુશ્કેલી, આયાતી ચા માટે લઘુત્તમ ભાવની માંગ

|

Oct 28, 2021 | 6:39 AM

વિદેશમાંથી ચાની આયાતમાં મોટો ઉછાળો આવ્યો છે. આવી સ્થિતિમાં દેશી ચા ઉત્પાદકોએ ચિંતા વ્યક્ત કરી છે. ટી એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આયાતી ચાની લઘુત્તમ કિંમત નક્કી કરવાની માંગ કરી છે.

સસ્તી વિદેશી ચાએ વધારી દેશી ચાના બગીચાના માલિકોની મુશ્કેલી, આયાતી ચા માટે લઘુત્તમ ભાવની માંગ
પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આયાતમાં 176 ટકાનો વધારો થયો છે.

Follow us on

ચાના બગીચાના માલિકોની એક સંસ્થાએ બુધવારે ચાની વધતી આયાત અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે સ્થાનિક એકમોને સુરક્ષિત રાખવા માટે વિદેશથી આવતી આયાતના કન્સાઇનમેન્ટ માટે લઘુત્તમ કિંમત નક્કી કરવી જોઈએ. ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (ITA) એ જણાવ્યું હતું કે 2020 માં આયાત 2019 ની તુલનામાં 47 ટકા વધી હતી, જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા છ મહીનામાં અગાઉની સમાન અવધિની તુલનાએ આમાં  176 ટકાની વૃદ્ધિ થઈ છે.

બગીચાના માલિકોએ જણાવ્યું હતું કે આયાત ખૂબ જ ઓછી કિંમતે થઈ રહી છે, જે સ્થાનિક ઉત્પાદનની કિંમત કરતાં ઘણી ઓછી છે. એસોસિએશને એક ‘સ્ટેટસ શીટ’માં જણાવ્યું હતું કે સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે આયાત જકાતનો વર્તમાન દર – 100 ટકા જાળવી રાખવો જોઈએ, જ્યારે વિદેશી માલસામાન માટે લઘુત્તમ આયાત કિંમત નક્કી કરવી જોઈએ. ‘સ્ટેટસ શીટ’ જણાવે છે કે ટી સેક્ટર ગંભીર નાણાકીય કટોકટીના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે.

2020માં 13 કરોડ કિલોનું નુકસાન થયું હતું

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

બગીચાના માલિકોએ જણાવ્યું હતું કે પાછલા એક દાયકામાં, ભાવમાં ચાર ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે વધારો થયો છે, જ્યારે ખર્ચમાં 9-15 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020 માં, ઉત્પાદનમાં 13 કરોડ કિલોગ્રામનું નુકસાન થયું હતું અને ચા ની કિંમતમાં ખૂબ જ ટૂંકા ગાળા માટે વધારો થયો હતો અને આ વર્ષે કિંમતમાં ઘટાડો થવા લાગ્યો.  અહેવાલમાં જણાવાયું છે કે પાકના નુકસાનની સાથે, મોટાભાગની કંપનીઓ રોકડ પ્રવાહની ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહી છે કારણ કે બેંકો તરફથી પૂરતું ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું નથી.

સ્થાનિક વપરાશના સ્તરમાં કોઈ વધારો થયો નથી

ITAએ એમ પણ જણાવ્યું હતું કે ચા ક્ષેત્રની લાંબા ગાળાની નફાકારકતા માટે નિકાસ મહત્વપૂર્ણ છે કારણ કે ઉત્પાદનમાં વધારા સાથે સ્થાનિક વપરાશનું સ્તર વધ્યું નથી. વર્ષ 2020 માં કોવિડ-19 મહામારીને કારણે ચાની નિકાસમાં 43 મિલિયન કિલોગ્રામનો ઘટાડો જોવા મળ્યો હતો અને ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં 11 મિલિયન કિલોગ્રામનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચો :  IRCTC : રેલવેની કંપનીના આ શેરમાં ઘટાડા છતાં લાંબા ગાળા માટે લાભદાયક રહેવાનું અનુમાન, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય

Next Article