મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર

|

Aug 28, 2023 | 6:12 PM

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે.

મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ ઈન્સ્યોરન્સ ક્ષેત્રમાં મચાવશે ગદર

Follow us on

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ટૂંક સમયમાં ઈન્સ્યોરન્સનું (Insurance) વેચાણ શરૂ કરવા જઈ રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેમણે જાહેરાત કરી કે ટૂંક સમયમાં તેમની કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ (Jio Financial Services) વીમા ક્ષેત્રમાં પ્રવેશ કરશે. આ કંપનીને તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે ડી-મર્જ કરવામાં આવી છે અને તેનું લિસ્ટિંગ શેરબજારમાં કરવામાં આવ્યું છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું કે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ માત્ર જીવન વીમાનું જ વેચાણ નહીં કરે, પરંતુ જનરલ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંબંધિત પ્રોડક્ટ્સ પણ વેચશે.

LIC ને ટક્કર આપવા માટે કરી તૈયારી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હાલમાં દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. તેની Jio ફાયનાન્સિયલ સર્વિસને દેશની ટોપ-5 નાણાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં કંપની ઈન્સ્યોરન્સ માર્કેટ લીડર લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા (LIC) તેમજ HDFC Life, ICICI પ્રુડેન્શિયલ વગેરે અન્ય કંપનીઓ સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 09-10-2024
પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ

કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે

ભવિષ્યને ધ્યાનમાં રાખીને મુકેશ અંબાણીએ આ બિઝનેસને ડિજિટલી એડવાન્સ બનાવવાની વાત કરી છે. બજારમાં આગળ આવવા માટે વૈશ્વિક ખેલાડીઓ સાથે ભાગીદારીની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કંપની ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ગ્રાહકો માટે કન્સેપ્ટ-આધારિત વીમા પ્રોડક્ટ્સ વિકસાવશે, જે ગ્રાહકના ફાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો : RIL Share Price: AGM બાદ રિલાયન્સના શેરના ભાવમાં ઘટાડો થયો, 90 મિનિટમાં 27,700 કરોડ સ્વાહા

Jio AirFiber લોન્ચ થશે

AGMમાં મુકેશ અંબાણીએ Jio AirFiber સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જિયો એરફાઇબરની સેવા દેશમાં 19 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીથી શરૂ થશે. તેની મદદથી લોકોને ઘરથી લઈને ઓફિસ સુધી તમામ જગ્યાએ હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળશે. આ એક વાયરલેસ સેવા હશે જે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ માટે ઘરમાં કેબલ નાખવાની અને લાઈન નાખવાની ઝંઝટને દૂર કરશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:49 pm, Mon, 28 August 23

Next Article