Relief From Inflation: સપ્ટેમ્બરથી સસ્તા થશે ચોખા, ઘઉં, કઠોળ અને શાકભાજી! જાણો સરકારની સંપૂર્ણ પ્લાન

|

Aug 23, 2023 | 9:08 AM

ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં બમ્પર વધારો થયો છે. ખાસ કરીને ચોખાના ભાવ 14 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય જનતાનું બજેટ બગડ્યું છે.

Relief From Inflation: સપ્ટેમ્બરથી સસ્તા થશે ચોખા, ઘઉં, કઠોળ અને શાકભાજી! જાણો સરકારની સંપૂર્ણ પ્લાન

Follow us on

Relief from inflation:  ચોમાસાના આગમનની સાથે જ દેશમાં ખાણીપીણીની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. ચોખા, ઘઉં, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. 20 થી 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ટામેટાં(Tomato) જુલાઈમાં 250 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: commodity market today : સામાન્ય જનતાને નહીં રડાવે કસ્તુરી, સરકાર 25 રૂપિયે કિલોના ભાવે વેચશે ડુંગળી

તેવી જ રીતે લીલા શાકભાજી પણ અનેક ગણા મોંઘા થયા છે. આ જ કારણ છે કે જુલાઈમાં છૂટક ફુગાવો વધીને 7.44 ટકા થયો હતો, જે જૂનમાં ચોમાસાની શરૂઆત પહેલા 4.81 ટકા નોંધાયો હતો. ખાસ વાત એ છે કે ઘઉંની સાથે ચોખા પણ મોંઘા થયા છે. જો કે કેન્દ્ર સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આમ છતાં મોંઘવારી ઘટવાનું નામ નથી લઈ રહી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વરસાદની સિઝનના આગમન સાથે, ટામેટાના ભાવમાં પ્રથમ વખત 363.8 ટકાનો વધારો નોંધાયો હતો. દેશના અનેક શહેરોમાં ટામેટા 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. જોકે, ટામેટાંના ભાવને કાબૂમાં રાખવા માટે કેન્દ્ર સરકારે પોતે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. અગાઉ સરકારે રૂ.90 પ્રતિ કિલોના ભાવે ટામેટાંનું વેચાણ શરૂ કર્યું હતું. આ પછી, તે રૂ.80 પ્રતિ કિલો અને પછી રૂ.70 પ્રતિ કિલોના ભાવે વેચવા લાગ્યું. હવે કેન્દ્ર સરકાર 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટામેટાં વેચી રહી છે. જો કે સરકારના આ પગલાને કારણે ટામેટાના ભાવમાં ઘટાડો થયો છે. હવે છૂટક બજારમાં ટામેટા 60થી 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

વધતી કિંમતો પર બ્રેક લાગશે

આ રીતે ઘઉંના ભાવમાં 2.2 ટકાનો વધારો નોંધાયો છે. તેની અસર લોટના ભાવ પર પડી છે, જેના કારણે ખાદ્યપદાર્થો મોંઘા થયા છે. પરંતુ, ઘઉંના વધતા ભાવને રોકવા માટે કેન્દ્ર સરકાર રશિયા પાસેથી ઘઉં ખરીદવાનું વિચારી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર રશિયાથી 80થી 90 લાખ ટન ઘઉંની લઈ શકે છે. સરકારને આશા છે કે આનાથી ઘઉંની વધતી કિંમતો પર બ્રેક લાગશે.

14 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે

એ જ રીતે મોંઘવારી પર અંકુશ લાવવા માટે કેન્દ્ર સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો કે સરકારના આ નિર્ણય બાદ પણ હજુ સુધી ભાવમાં ઘટાડો થયો નથી. તેવી જ રીતે હવે ટામેટા બાદ ડુંગળી પણ મોંઘી થઈ છે. ઘણા શહેરોમાં તે 35થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જ્યારે થોડા દિવસો પહેલા સુધી તેનો દર માત્ર રૂ.20 પ્રતિ કિલો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સપ્ટેમ્બરથી ડુંગળી 70થી 80 રૂપિયા પ્રતિ કિલો હશે.

ડુંગળી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે

પરંતુ આ વખતે સરકાર પહેલાથી જ સતર્ક થઈ ગઈ છે. તેમણે ડુંગળીની નિકાસ પર 40 ટકા આયાત જકાત લાદી છે. આ સાથે જ બફર સ્ટોકમાંથી 3 લાખ ટન ડુંગળી છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય તે પોતે પણ દેશના ઘણા શહેરોમાં 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહી છે. તેમજ મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય ખાંડની નિકાસ પર પણ પ્રતિબંધ છે. તે જ સમયે, કેન્દ્રએ કઠોળ અને તેલીબિયાંની આયાત કરવાની મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં સરકારને આશા છે કે આવતા મહિનાથી ખાદ્ય પદાર્થોના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article