Revised ITR : એક સપ્તહમાં ફાઈલ કરી દેજો તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન, 31 ડિસેમ્બર પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

જો તમે મૂળ આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ કરી હોય તો કરદાતા સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરીને તેને સુધારી શકે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે Revised ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 રાખવામાં આવી છે.

Revised ITR : એક સપ્તહમાં ફાઈલ કરી દેજો તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન, 31 ડિસેમ્બર પછી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે
Settle all your income tax related work at the earliest
| Edited By: | Updated on: Dec 23, 2022 | 7:27 AM

નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવું વર્ષ શરૂ થાય તે પહેલાં ખાતરી કરો કે આવકવેરાને લગતા તમારા બધા કામ પતાવી દેવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર 2022 નાણાકીય વર્ષ 2021-22 માટે રિવાઇઝડ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 છે. આવકવેરા કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ મૂળ આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ ચૂકી ગયો હોય તો તે 31 ડિસેમ્બર સુધી ITR પણ ફાઇલ કરી શકે છે.આ તક ચુકી ગયા પછી તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.જો તમે પહેલા ચૂકી ગયા હોવ તો હજુ પણ તક છે. જો કોઈ વ્યક્તિએ 31 જુલાઈ 2022 ના રોજ અથવા તે પહેલાં રિટર્ન ફાઈલ કર્યું નથી તો તેની પાસે 31 ડિસેમ્બર, 2022 સુધી ITR ફાઈલ કરવાની તક છે.

ભૂલ સુધારવાની તક

તેવી જ રીતે જો તમે મૂળ આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે ભૂલ કરી હોય તો કરદાતા સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરીને તેને સુધારી શકે છે. નાણાકીય વર્ષ 2021-22 માટે Revised ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2022 રાખવામાં આવી છે.

જો તમે ITR ફાઇલ કરવાનું ચૂકી ગયા હોય તો તમે ઇન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 139(4) હેઠળ ITR ફાઇલ કરી શકો છો. જો કે, તેને ફાઇલ કરવાની પ્રક્રિયા સામાન્ય ITR ફાઇલિંગ જેવી જ છે. આ ફાઇલ કરતી વખતે કરદાતાએ બે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. પ્રથમ ટેક્સ રિટર્ન ફોર્મમાં કલમ 139(4) પસંદ કરો અને દંડની યોગ્ય રકમ, દંડ પર વ્યાજ અને બાકી કર ચૂકવો.

આ કરદાતાઓને દંડ ફટકારશે

આવકવેરા કાયદાની કલમ 234F હેઠળ ITR મોડું ફાઇલ કરવા પર કરદાતા પર 5,000 રૂપિયાનો દંડ લાગે છે. જો કે, 5 લાખ સુધીની કરપાત્ર આવક ધરાવતા નાના કરદાતાઓએ માત્ર 1,000 રૂપિયાનો દંડ ભરવો પડશે. ITR ફાઇલિંગ શરૂ કરતા પહેલા લેટ આઇટીઆર ફાઇલિંગ ફી ચૂકવવાની રહેશે.

તમને જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અનુસાર જે કરદાતાઓએ ઓનલાઈન ગેમ્સ, લોટરી કે સટ્ટાબાજી દ્વારા કમાણી કરી છે અને તેની વિગતો ITRમાં નથી આપી, તેમણે અપડેટેડ ITR ફાઈલ કરીને તેમાં આ વિગતો આપવી પડશે. આવકવેરાના નિયમો અનુસાર, જે કરદાતાઓએ તેમના ITRમાં ખોટી માહિતી ભરી છે અથવા અડધી અધૂરી માહિતી ભરી છે તેમણે પણ અપડેટેડ ITR ભરવું પડશે.

Published On - 7:27 am, Fri, 23 December 22