RBI ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં, RBIએ તેના સેન્ટ્રલ બોર્ડને આપી સૂચના

રિપોર્ટ અનુસાર આરબીઆઈએ બોર્ડ સમક્ષ એક વિગતવાર રજૂઆત કરી છે, જેમાં તેમણે મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતા સાથે એક્સચેન્જ મેનેજમેન્ટ સાથે સંબંધિત ગંભીર ચિંતાઓને હાઈલાઈટ કરી છે.

RBI ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં, RBIએ તેના સેન્ટ્રલ બોર્ડને આપી સૂચના
Reserve Bank Of India
| Edited By: | Updated on: Dec 18, 2021 | 1:32 PM

ભારતીય રિઝર્વ બેંકે (RBI) તેની કેન્દ્રીય બેંકને જાણ કરી છે કે તે ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) પર સંપૂર્ણ પ્રતિબંધની તરફેણમાં છે. રિપોર્ટ અનુસાર શુક્રવારે કેન્દ્રીય બેંકની બોર્ડ મીટિંગમાં થયેલી ચર્ચાથી વાકેફ લોકોએ તેમને આ જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર આરબીઆઈએ બોર્ડ સમક્ષ એક વિગતવાર રજૂઆત કરી છે, જેમાં તેમણે મેક્રો ઈકોનોમિક (Economy) અને નાણાકીય સ્થિરતા સાથે એક્સચેન્જ મેનેજમેન્ટ સાથે સંબંધિત ગંભીર ચિંતાઓને હાઈલાઈટ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડને આ મામલે આરબીઆઈના (Reserve Bank Of India) વલણની જાણ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ બેંકે વિદેશમાં શરૂ થયેલી આ અસ્કયામતોના નિયમનમાં પડકારો વિશે પણ વાત કરી હતી. આરબીઆઈએ કહ્યું કે આ વિદેશી એક્સચેન્જો પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ છે, જે ટ્રાન્ઝેક્શનની અનામી રહેવા અંગે ચિંતા પેદા કરે છે.

આરબીઆઈએ પહેલેથી જ ક્રિપ્ટોકરન્સીને ગણાવી ગંભીર ચિંતા
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે અગાઉ કહ્યું હતું કે મેક્રો ઈકોનોમિક અને નાણાકીય સ્થિરતાના દૃષ્ટિકોણથી ક્રિપ્ટોકરન્સી આરબીઆઈ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું હતું કે એક કેન્દ્રીય બેંકર તરીકે તેમને આ અંગે ગંભીર ચિંતા છે અને તેણે તેને ઘણી વખત કાળી ઝંડી બતાવી છે.

રિપોર્ટ અનુસાર, અન્ય વ્યક્તિએ તેમને કહ્યું કે બોર્ડના કેટલાક સભ્યોએ આ ડિજિટલ સંપત્તિઓ પર સંતુલિત મત માંગ્યો છે. તેમણે ટેકનિકલ બાબતમાં વિકાસ અને નાણાકીય ક્ષેત્ર માટે મોટી અસર જોવા કહ્યું છે. આરબીઆઈએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અને પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી સંબંધિત અનેક બાબતો પર પણ ચર્ચા કરી છે.

સરકાર ક્રિપ્ટોકરન્સી અંગે બિલ લાવવાની પણ તૈયારી કરી રહી છે
સરકારે ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021ને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવા માટે સૂચિબદ્ધ કર્યું હતું. તે પ્રથમ બજેટ સત્ર માટે પણ સૂચિબદ્ધ હતું, પરંતુ તે રજૂ થઈ શક્યું ન હતું, કારણ કે સરકારે તેના પર ફરીથી કામ કરવાનું નક્કી કર્યું હતું.

પ્રસ્તાવિત બિલનો હેતુ આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવનાર સત્તાવાર ડિજિટલ ચલણ બનાવવા માટે એક માળખું તૈયાર કરવાનો છે. તેમાં ભારતમાં ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની સાથે, ક્રિપ્ટોકરન્સીની ટેક્નોલોજી અને તેના ઉપયોગના પ્રચાર કરવા માટે કેટલાક અપવાદોને પણ મંજૂરી આપવામાં આવશે.

 

આ પણ વાંચો : સોનાની દાણચોરી અટકાવવા સરકાર સોનું સસ્તું કરી શકે છે, રોકાણકારોને કેટલો થશે લાભ, જાણો વિગતવાર

આ પણ વાંચો : SBI એ આપી ચેતવણી : દેશની સૌથી મોટી બેંકની આ સલાહ તમે પણ ગંભીરતાથી નથી લીધી તો પડી શકો છો મુશ્કેલીમાં