દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે(Reliance Industries) માર્ચ ક્વાર્ટરમાં તમામ અનુમાનોથી વિપરીત રેકોર્ડબ્રેક નફો કર્યો છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ મુકેશ અંબાણી(Mukesh Ambani)ની કંપનીએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા પરંતુ તેની સાથે કંપનીએ એક ચોંકાવનારો નિર્ણય પણ લીધો છે. રિલાયન્સે તેની સહયોગી કંપની ના મર્જરનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. કંપનીએ પોતે સ્ટોક એક્સચેન્જોને મોકલેલી માહિતીમાં આ અંગેની જાણકારી આપી છે. 21 એપ્રિલના રોજ મળેલી રિલાયન્સના બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : બાળકોને નથી જોઈતી તમારી મિલકત? તો શું તે કોઈ મિત્રને ભેટમાં આપી શકાય? પ્રોપર્ટી ટ્રાન્સફરના નિયમો શું કહે છે જાણો
65 વર્ષીય મુકેશ અંબાણીએ પહેલેથી જ તેના ત્રણ બાળકો વચ્ચે પોતાનો બિઝનેસ વહેંચી દીધો છે. મોટા પુત્ર આકાશ અંબાણીને ટેલિકોમ બિઝનેસની કમાન સોંપવામાં આવી છે જ્યારે રિટેલ બિઝનેસ પુત્રી ઈશા અંબાણીને સોંપવામાં આવ્યો છે. નાના પુત્ર અનંત અંબાણીને ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસ સોંપવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણી હવે પોતાનું ધ્યાન ગ્રીન એનર્જી પર કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો : દેશ-વિદેશથી આવતા પર્યટકોને અયોધ્યામાં મળશે 5 સ્ટાર સુવિધા, ટાટા ગ્રુપ બનાવશે તાજ હોટલ
RNEL એ રિલાયન્સની સંપૂર્ણ માલિકીની કંપની છે. હાલમાં તેની મર્જર દરખાસ્ત નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ શાખામાં મંજૂરી માટે પેન્ડિંગ છે. રિલાયન્સે એક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેના બોર્ડે ગયા વર્ષે 6 મેના રોજ રિલાયન્સ સાથે RENLના મર્જરના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ન્યૂ એનર્જી/રિન્યુએબલ એનર્જી બિઝનેસની સમીક્ષા અને રોકાણના માળખાના આધારે બોર્ડે દરખાસ્ત પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. 21 એપ્રિલના રોજ મળેલી રિલાયન્સના બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કંપની હવે આરએનઇએલ દ્વારા રિન્યુએબલ એનર્જીનો બિઝનેસ કરશે.
અંબાણી પરિવારના મોલમાં Apple નો સ્ટોર ખોલવામાં આવ્યો છે. જેનું ભાડું ખરેખર ચોંકાવનારુ છે. એક્ટ્રેસ મૌની રોય પણ એપલ સ્ટોરના લોન્ચિંગ પ્રસંગે પતિ સાથે પહોંચી હતી. જ્યારે આ ઈવેન્ટમાં માધુરી દીક્ષિત, અરમાન મલિક, નેહા ધૂપિયા, બોની કપૂર અને અરમાન મલિક જોવા મળ્યા હતા.રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલમાં આવેલ એપલ કંપનીનો સ્ટોર ખૂબ જ અદભૂત છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એનર્જી એફિશિયન્ટ ડિઝાઇનમાં બનેલા આ સ્ટોરનું માસિક ભાડું 42 લાખ રુપિયા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…