રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડની જાહેરાત, લોકપ્રિય વૈશ્વિક ફૂડ ચેઈન પ્રેટ અ મોરે સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે શરૂ કરશે નવું સાહસ

35 વર્ષ પછી આ બ્રાન્ડ હાલમાં યુકે, યુ.એસ., યુરોપ અને એશિયા સહિત 9 બજારોમાં વૈશ્વિક સ્તરે (globally) 550 દુકાનો ધરાવે છે, જે દરરોજ તાજી બનાવેલી ઓર્ગેનિક કોફી, સેન્ડવીચ, સલાડ અને વ્રેપ ઓફર કરે છે.

રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડની જાહેરાત, લોકપ્રિય વૈશ્વિક ફૂડ ચેઈન પ્રેટ અ મોરે સાથે મળી ફૂડ અને બેવરેજ રિટેલ ક્ષેત્રે શરૂ કરશે નવું સાહસ
food and beverage retail sector (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 11:43 PM

Mumbai: રિલાયન્સ બ્રાન્ડ્ઝ લિમિટેડે (RBL) વિશ્વ સ્તરીય ફ્રેશ ફૂડ અને ઓર્ગેનિક કોફી ચેઈન પ્રેટ એ મોરે સાથે ભારતમાં આ બ્રાન્ડ લોન્ચ કરવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. લાંબા ગાળાની આ માસ્ટર ફ્રેન્ચાઈઝી ભાગીદારી સાથે આરબીએલ મોટા શહેરો અને ટ્રાવેલ હબથી શરૂ કરીને દેશભરમાં ફૂડ ચેઈન શરૂ કરશે. પ્રેટ એ મોરે, જે ફ્રેન્ચ શબ્દો છે, જેનો અર્થ થાય છે ‘રેડી ટુ ઈટ’, સૌપ્રથમ 1986માં લંડનમાં શરૂ કરવામાં આવી હતી. તે સમયે દરરોજ હાથથી બનાવેલું ભોજન તૈયાર કરવાનું મિશન ધરાવતી દુકાન હતી. 35 વર્ષ પછી બ્રાન્ડ હાલમાં યુકે, યુ.એસ., યુરોપ અને એશિયા સહિત 9 બજારોમાં વૈશ્વિક સ્તરે 550 દુકાનો ધરાવે છે, જે દરરોજ તાજી બનાવેલી ઓર્ગેનિક કોફી, સેન્ડવીચ, સલાડ અને વ્રેપ ઓફર કરે છે.

ભારતીય ગ્રાહકોની નાડીને  સારી રીતે ઓળખે છે આરબીએલ

રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના એમડી દર્શન મહેતાએ જણાવ્યું હતું કે “પ્રેટ સાથેની અમારી ભાગીદારીનું મૂળ બ્રાન્ડ તરીકે પ્રેટ અને ભારતમાં ફૂડ અને બેવરેજ ઉદ્યોગ, બંનેની મજબૂત વૃદ્ધિની સંભાવનામાં રહેલું છે. આરબીએલ ભારતીય ગ્રાહકોની નાડીને સારી રીતે ઓળખે છે અને આપણે શું ખાઈએ છીએ તે અંગે જાગૃતિ વધી રહી છે – આ આદત ઝડપથી ફૂડને નવી ફેશન પણ બનાવી રહી છે. ભારતીયો તેમના વૈશ્વિક સમકક્ષોની જેમ ફ્રેશ અને ઓર્ગેનિક તત્વો આધારિત ભોજનના અનુભવો શોધી રહ્યા છે જે પ્રેટની મુખ્ય ખાસિયતો સાથે એકદમ સુસંગત છે. આ જોડાણની આગવી વિશેષતાઓ જ નિઃશંકપણે આ સાહસની સફળતા માટેની એક રેસીપી છે.”

ભારતના સૌથી મોટા લક્ઝરી ટુ પ્રીમિયમ રિટેલર તરીકે આરબીએલ 14 વર્ષથી દેશમાં વૈશ્વિક બ્રાન્ડ્સનું સંવર્ધન અને વિકાસ કરે છે. ગ્રાહકોની ખર્ચ કરવાની વિકસતી આદતો અને મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજના પર તેની સમૃદ્ધ આંતરદૃષ્ટિ સાથે ફૂડ ઈન્ડસ્ટ્રીમાં RBLનો પ્રથમ પ્રવેશ સૌથી મોટા રિટેલ બજારોમાંના એકમાં પ્રેટનો વૈશ્વિક ડાઈનિંગ અનુભવ લાવશે.

આ પણ વાંચો

પ્રેટ અ મોરેના સીઈઓએ આ ભાગીદારી વિશે આપ્યુ નિવેદન

પ્રેટ અ મોરેના સીઈઓ પેનો ક્રિસ્ટોએ કહ્યું કે “બે દાયકા પહેલા અમે એશિયામાં પ્રેટની પ્રથમ દુકાન ખોલી હતી અને તે આપણા બધા માટે અમારા તાજા બનાવેલા ખોરાક અને 100% ઓર્ગેનિક કોફીને સમગ્ર ખંડના નવા શહેરોમાં લાવવાની પ્રેરણા છે. આરબીએલ અમારી બ્રાન્ડને ભારતમાં સફળ કરવામાં મદદ કરવા માટે બજારમાં તેમની વર્ષોની નિપુણતાનો ઉપયોગ કરીને અમને તે જ કરવામાં મદદ કરવા માટે એક શ્રેષ્ઠ ભાગીદાર છે. આ અમારી અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી વૈશ્વિક ફ્રેન્ચાઈઝી ભાગીદારી છે અને તેના આધારે જ અમે તેમની સાથે કામ કરવા આતુર છીએ.”

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">