
પ્રખ્યાત ઉદ્યોગપતિ અને અબજોપતિ મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એજીએમ બેઠકની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. મુકેશ અંબાણીની આ બેઠકથી રોકાણકારોને ઘણી આશા છે. તેમનું માનવું છે કે આ મીટિંગમાં અંબાણી તેમને ખુશ કરવા માટે મોટા નિર્ણયો લઈ શકે છે. જણાવી દઈએ કે, RILની એજીએમની બેઠક આવતીકાલે એટલે કે 28મી ઓગસ્ટે યોજાશે.
અંબાણી આ બેઠકમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. રોકાણકારો ઉપરાંત શેરબજાર પણ અંબાણી જૂથની આ બેઠકની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. કારણ કે રિલાયન્સના શેરમાં વૃદ્ધિના અભાવે બજાર સ્થિર છે. માહિતી અનુસાર, મીટિંગમાં અંબાણી Jio Financial થી 5G રોલઆઉટ સુધી 5 મોટી જાહેરાતો કરી શકે છે. આવો, જાણીએ કે રિલાયન્સની AGMમાં શું જાહેરાતો થઈ શકે છે.
આ 5 મુદ્દાઓ ઉપરાંત, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કંપની આ એજીએમમાં રોકાણ વિશે વધુ વિગતો આપી શકે છે. મુકેશ અંબાણી રિલાયન્સ ન્યુ એનર્જી ક્લીન એનર્જીમાં રોકાણ પર પણ મોટી જાહેરાત કરી શકે છે.
Published On - 10:48 am, Sun, 27 August 23