Reliance AGM 2021 : રિલાયંસ બની ગ્લોબલ, સાઉદી અરામકોના ચેરમેન યાસીર અલ રૂમાયનને બોર્ડમાં શામેલ કરાયા

|

Jun 24, 2021 | 9:36 PM

Reliance AGM 2021 : યાસીર અલ રૂમાયેન (Yasir Al-Rumayyan) ને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

Reliance AGM 2021 : રિલાયંસ બની ગ્લોબલ, સાઉદી અરામકોના ચેરમેન યાસીર અલ રૂમાયનને બોર્ડમાં શામેલ કરાયા
FILE PHOTO

Follow us on

Reliance AGM 2021 : આજે 24 જૂને રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ (RIL) ની 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. કોરોનાને કારણે સતત બીજા વર્ષે રિલાયંસની આ વાર્ષિક સામાન્ય સભા ઓનલાઈન યોજાઈ. આ સામાન્ય સભામાં રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)એ 5G, રિલાયંસ-ગુગલનો સ્માર્ટ ફોન સહીત અનેક મહત્વપૂર્ણ જાહેરતો કરી. આ જાહેરાતોમાં રિલાયંસના ગ્લોબલાઇઝેશનની જાહેરાત અનેક રીતે મહત્વની
માનવામાં આવે છે.

રિલાયંસ હવે ગ્લોબલ બની
રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની 44મી વાર્ષિક સામાન્ય સભા(Reliance AGM 2021) માં મુકેશ અંબાણીએ રિલાયંસના ગ્લોબલાઇઝેશનની જાહેરાત કરી છે. આ દરમિયાન(Saudi Aramco)ના અધ્યક્ષ યાસીર અલ રૂમાયેન (Yasir Al- Rumayyan) ને રિલાયંસ બોર્ડમાં શામેલ કર્યા છે. મુકેશ અંબાણીએ રૂમાયેનને કંપનીના બોર્ડમાં આવકારતા કહ્યું કે આ રિલાયંસના ગ્લોબલાઇઝેશન (Globalization of Reliance) ની આ શરૂઆત છે.

રૂમાયન સ્વતંત્ર ડિરેક્ટર તરીકે બોર્ડમાં જોડાયા
યાસીર અલ રૂમાયેન (Yasir Al-Rumayyan) ને સ્વતંત્ર ડિરેક્ટર તરીકે રિલાયન્સ બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.2019ની વાર્ષિક સામાન્ય સભામાં રિલાયંસે સાઉદી અરામકોને ઓઇલ-ટુ કેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો વેચવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં ગુજરાતના જામનગર ખાતે બે ઓઇલ રિફાઈનરીઓ અને પેટ્રો કેમિકલ સંપત્તિનો સમાવેશ છે. આ સિવાય સીએમડી મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે છેલ્લી વાર્ષિક સામાન્ય સભા (Reliance AGM 2020) થી અમારો ધંધો અને નાણાં અપેક્ષા કરતા વધારે વધ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કોરોના સંકટ પછી પણ છેલ્લા 1 વર્ષમાં 75,000 નવી નોકરીઓ આપી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકોને રોજગાર આપશે.

Next Article