આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ

|

Sep 07, 2021 | 12:17 PM

પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરાય છે જેથી અન્ય દેશો પર તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય. ઇથેનોલ અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ બંને આપણને શેરડીમાંથી મળે છે એટલે કે બંને શેરડીના પેટા ઉત્પાદનો છે.

સમાચાર સાંભળો
આ સમાચાર વાંચીને શરાબના શોખીનોનો નશો ઉતરી જશે, જાણો શું છે કારણ
Symbolic Image

Follow us on

શરાબના શોખીનો માટે માઠાં સમાચાર છે. દેશમાં દારૂ મોંઘોaa થઈ શકે છે. શરાબના મુખ્ય ઘટક એવા આલ્કોહોલ કે જેમાંથી દારૂ બનાવવામાં આવે છે તેની હાલના સમયમાં માંગ ઘણી વધી ગઈ છે. આને કારણે, એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ (ENA) ના ભાવમાં વધારો કરવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ભારતમાં વિદેશી બનાવટના શરાબના સૌથી મોટા ઉત્પાદક રાડિકો ખેતાને એક અહેવાલમાં જણાવ્યું છે કે સરકાર 2022 સુધીમાં પેટ્રોલ સાથે ઇથેનોલનું મિશ્રણ કરવાના તેના 10 ટકા લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેના કારણે શરાબના ભાવમાં વધારો થઇ શકે છે. આ કારણે વર્ષ 2020-21માં ઓઇલ માર્કેટિંગ કંપનીઓને લગભગ 325 કરોડ લિટર ઇથેનોલ સપ્લાય કરવામાં આવશે.

ઇંધણ સસ્તું થશે અને શરાબ મોંઘી થશે
પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રિત કરાય છે જેથી અન્ય દેશો પર તેલ પરની આપણી નિર્ભરતા ઘટાડી શકાય. ઇથેનોલ અને એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ બંને આપણને શેરડીમાંથી મળે છે એટલે કે બંને શેરડીના પેટા ઉત્પાદનો છે. તમે એક શેરડીમાંથી ખાંડ, ઇથેનોલ અને આલ્કોહોલ બનાવી શકો છો. જો કંપનીઓ વધુ ઇથેનોલ બનાવશે તો આલ્કોહોલનું ઉત્પાદન ઘટશે. જો ઉત્પાદન ઓછું થશે તો કંપનીઓને દારૂનો પુરવઠો ઓછો થઈ જશે. આનાથી કિંમતોમાં વધારો થશે તેમ મુખ્ય શરાબના ઉત્પાદક રેડીકો ખેતાને જણાવ્યું હતું.

સરકારની યોજના શું છે?
સરકાર ગલ્ફ દેશોમાંથી તેલનો પુરવઠો ઘટાડવા માંગે છે. આ માટે ઓઇલ કંપનીઓને પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે સરકારનો ટાર્ગેટ છે કે 8.5 ટકા બ્લેન્ડિંગ કરવું જોઈએ. ધીરે ધીરે સરકાર આગામી વર્ષ સુધીમાં ઇથેનોલના ગુણોત્તરને 10 ટકા સુધી લઈ જવા માંગે છે અને પછી ધીમે ધીમે આગામી વર્ષોમાં 15 થી 20 ટકા તરફ જવાશે. સરકાર 2025 સુધીમાં 20% ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે. 8.5% ના લક્ષ્યને હાંસલ કરવા માટે હાલમાં 325 કરોડ લિટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને સપ્લાય કરવામાં આવશે જ્યારે 400 ટકા લિટર ઇથેનોલ ઓઇલ કંપનીઓને 10 ટકાનો લક્ષ્યાંક પૂરો કરવા માટે આપવામાં આવશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ENA શું છે?
ENA એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ છે, જેમાંથી દારૂ બનાવવામાં આવે છે. ENA કાચો માલ છે. ENA નો ઉપયોગ વ્હિસ્કી, વોડકા, જિન, શેરડી અને અન્ય લિકર બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ આલ્કોહોલિક ફ્રૂટ બેવરેજીસ બનાવવા માટે પણ થાય છે. આ સિવાય અન્ય ઘણી પ્રોડક્ટમાં પણ આલ્કોહોલનો ઉપયોગ થાય છે.

 

આ પણ વાંચો : Share Market : મજબૂત શરૂઆત બાદ નફાવસૂલીથી શેરબજાર લાલ નિશાન નીચે સરક્યું , SENSEX 58103 સુધી સરક્યો

 

આ પણ વાંચો : તમારી પાસે એક કરતા વધુ CREDIT CARD છે? આ લાભદાયક કે નુકશાનકારક? જાણો અહેવાલમાં

Published On - 12:14 pm, Tue, 7 September 21

Next Article