RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન

|

Feb 04, 2022 | 6:10 AM

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે.

RBI રિવર્સ રેપો રેટ 0.25 ટકા વધારી શકે છે, બ્રિટિશ બ્રોકરેજ હાઉસે વ્યક્ત કર્યું અનુમાન
Reserve Bank of India - RBI

Follow us on

બ્રિટિશ બ્રોકરેજ હાઉસ બાર્કલેઝ(Barclays)નું અનુમાન છે કે રિઝર્વ બેંક (RBI) આગામી સપ્તાહની પોલિસી સમીક્ષામાં રિવર્સ રેપો રેટ(Reverse Repo Rate) માં વધારાની જાહેરાત કરી શકે છે. બ્રોકરેજનો અંદાજ છે કે વધારો 0.25 ટકા જેટલો થઇ શકે છે જે બે મુખ્ય દરો વચ્ચેના અંતરને પૂરો કરે છે. હાલમાં રેપો રેટ 4 ટકા અને રિવર્સ રેપો રેટ 3.35 ટકા પર નિર્ધારિત છે. સેન્ટ્રલ બેંકે ડિસેમ્બરમાં પોલિસી સમીક્ષામાં સતત નવમી વખત દરો યથાવત રાખ્યા હતા જો કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષા પહેલા જ રિવર્સ રેપો રેટમાં ફેરફારની વાત કરવામાં આવી હતી.

બાર્કલેઝ અંદાજ શું છે?

બાર્કલેઝના જણાવ્યા અનુસાર ઓમિક્રોનની અસર વચ્ચે વૃદ્ધિમાં નવી ચિંતાઓને જોતાં રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં વૃદ્ધિને ટેકો આપે તેવી પોલિસી જાહેર કરી શકે છે. ખાસ કરીને જ્યારે મોંઘવારીની ગંભીર અસર ન થઈ રહી હોય ત્યારે આ નિર્ણય લેવાઈ શકે છે. એવો અંદાજ છે કે રિઝર્વ બેન્ક જરૂરિયાતના આધારે રિવર્સ રેપો રેટમાં 0.20 ટકાથી 0.25 ટકાનો વધારો કરી શકે છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે બજેટમાં સરકારી દેવામાં વધારાને જોતા રિઝર્વ બેંક પોલિસીઓને સામાન્ય સ્તરે લાવવાનું શરૂ કરી શકે છે. રિવર્સ રેપો રેટની મદદથી રિઝર્વ બેંક સિસ્ટમમાંથી વધારાની રોકડ દૂર કરે છે. રિવર્સ રેપો રેટમાં વધારો બેંકોને તેમની વધારાની રોકડ રિઝર્વ બેંકમાં જમા કરવા પ્રોત્સાહિત કરે છે.

નિષ્ણાતોનું અનુમાન છે?

જાન્યુઆરીમાં પીટીઆઈ સાથેની એક મુલાકાતમાં દેશના ઘણા અગ્રણી નિષ્ણાતો માનતા હતા કે રિઝર્વ બેન્ક દરોમાં કોઈ ફેરફાર કરશે નહીં. HDFC બેન્કના મુખ્ય અર્થશાસ્ત્રી અભિક બરુઆના જણાવ્યા અનુસાર આ ક્ષણે અર્થતંત્રને સામાન્ય સ્તર પર લાવવા માટે કેટલાક પગલાં લેવામાં આવશે. ઓછામાં ઓછા ફેબ્રુઆરીમાં આગામી નાણાકીય નીતિ સમીક્ષામાં આ અપેક્ષિત નથી. તેમણે એમ પણ કહ્યું કે ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા માર્ચ ક્વાર્ટર માટે જીડીપી (GDP) વૃદ્ધિ દર 0.30 ટકાથી પ્રતિકૂળ અસર કરી શકે છે. બરુઆએ જણાવ્યું હતું કે, “સંક્રમણના વધતા કેસ અને તેના નિવારણ પરના નિયંત્રણો વૃદ્ધિ પર અસર કરશે. આ જોતાં ફેબ્રુઆરીમાં પોલિસી રેટમાં વધારો થવાની સંભાવના મર્યાદિત છે તેમ યુબીએસ સિક્યોરિટીઝના મુખ્ય અર્થશાસ્ત્રી તન્વી ગુપ્તા જૈને જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે “જો ઓમિક્રોન ના નવા સ્વરૂપને લઈ જોખમ રહે છે તો ટૂંકા ગાળામાં તેની સાથે સંકળાયેલી અનિશ્ચિતતાને જોતાં અમને લાગે છે કે MPC ફેબ્રુઆરીની પોલિસી મીટિંગમાં ‘થોભો અને રાહ જુઓ’ અભિગમ અપનાવી શકે છે.” આનાથી એપ્રિલમાં નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં નીતિના સામાન્યકરણમાં વિલંબ થઈ શકે છે” ICRA રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

 

આ પણ વાંચો : ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે, 12.5 લાખ કરોડનું લક્ષ્ય શક્ય: CBDT ચેરમેન

 

આ પણ વાંચો : Air Indiaના પ્રવાસીઓનું રતન ટાટાએ કર્યુ સ્વાગત, ટ્વિટ કરી જાહેર કર્યો વિડીયો

Next Article