
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ વ્યાજદરોને લઈને મોટો નિર્ણય લીધો છે. RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત કરી છે. આ વધારા બાદ રેપો રેટ 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરી 2023 બાદ પહેલીવાર RBIએ રેપો રેટમાં વધારો કર્યો છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કાચા તેલના વધતા ભાવ વચ્ચે ભારતીય રિઝર્વ બેંકે દેશની અર્થવ્યવસ્થા અને મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે આ મોટો નિર્ણય લીધો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)એ પોતાની ઓક્ટોબર નીતિ સમીક્ષા દરમિયાન રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા)નો વધારો કર્યો છે. આ સાથે નીતિગત દર 5.25 ટકાથી વધીને 5.50 ટકા થઈ ગયો છે.
રેપો રેટમાં વધારાને કારણે બેંકો માટે RBI પાસેથી લોન લેવી મોંઘી થઈ શકે છે. તેની અસર સામાન્ય લોકો પર પણ પડી શકે છે. હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો થાય તો આગામી સમયમાં ગ્રાહકોની માસિક EMI વધી શકે છે.
તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2023 બાદ આ પહેલીવાર છે જ્યારે રિઝર્વ બેંકે વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ વર્ષ 2025 દરમિયાન મોંઘવારીમાં રાહતને ધ્યાનમાં રાખીને RBIએ કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. જોકે, તાજેતરના ભૂરાજકીય તણાવ અને કાચા તેલના ભાવમાં થયેલા વધારાને કારણે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે કેન્દ્રીય બેંકે ફરી વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:09 am, Wed, 7 October 26