
RBI MPC Meet October 2023: RBI એ વ્યાજદર સ્થિર રાખી રેપો રેટ(Repo Rate in October)માં ફરી એકવાર ફેરફાર કર્યો નથી. વ્યાજદરને વર્તમાન 6.5 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો(Repo Rate 6.5% Remained Unchanged in RBI MPC Meet October 2023) છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ (Shaktikanta Das) સહીત અર્થતંત્રના નિષ્ણાતોએ આ નિર્ણય લીધો છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) ની દર બે મહિને મળતી ત્રિદિવસીય મોનેટરી પોલિસી કમિટી (RBI MPC Meeting) મીટિંગ 4 ઓક્ટોબર 2023ના રોજ બુધવારે શરૂ થઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો આજે 6 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ(Shaktikanta Das – Governor of the Reserve Bank of India) દ્વારા બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. RBI દેશના આર્થિક વિકાસની સાથે ફુગાવાના અંદાજો પણ જાહેર કરે છે. આ સાથે રેપો રેટ પણ જાહેર થાય છે જેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડે છે.
આ પણ વાંચો : RBI MPC Meet August 2023: રિઝર્વ બેંકના ગવર્નરે આપ્યા રાહતના સમાચાર, વ્યાજ દર 6.5% યથાવત રખાયો
ઓગસ્ટ 2023 ના રોજ મળેલી રિઝર્વ બેન્કની ત્રિદિવસીય મિટિંગમાં રેપો રેટ 6.50 ટકા રાખવામાં આવ્યો હતો. આ સમયે SDF દર 6.25 ટકા , MSF દર અને બેંક દર 6.75 ટકા છે તો રિવર્સ રેપો રેટ 3.35 ટકા નક્કી કરાયો હતો. આ ઉપરાંત CRR અને SLR અનુક્રમે 4.50 ટકા અને 18 ટકા જાહેર કરવામાં આવ્યા હતા.
મોંઘવારી મુખ્ય પ્રશ્ન બની રહી છે. ઓગસ્ટની પોલિસી સમીક્ષામાં અને ત્યાર બાદ કંઈ ખાસ બદલાયું નથી. સીપીઆઈ ફુગાવાના સતત બે મહિના 6% ઉપરના બેન્ડથી દાસ એન્ડ સમિતિના સભ્યોને ચિંતા સતાવી રહી છે.
તમામ MPC સભ્યો પોલિસી દરો સ્થિર રાખવાની તરફેણમાં હતા. આરબીઆઈએ પણ ધોરણોમાં કોઈ ફેરફાર કર્યો નથી. 6માંથી 5 સભ્યો અનુકૂળ વલણ જાળવી રાખવાની તરફેણમાં હતા.
Published On - 10:06 am, Fri, 6 October 23