
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ એક નવું પોર્ટલ – UDGAM (અનક્લેઈમ ડિપોઝિટ – ગેટવે ટુ એક્સેસ ઈન્ફોર્મેશન) રજૂ કર્યું છે. આની મદદથી લોકો બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવી શકશે. જો કે, આ તે પૈસા છે જેના પર આજ સુધી કોઈએ દાવો કર્યો નથી. તેનાથી અલગ-અલગ બેંકોમાં પડેલા પૈસા પાછા મેળવવામાં સરળતા રહેશે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે જણાવ્યું કે દેશની સરકારી બેંકોમાં જમા 35,012 કરોડ રૂપિયા આરબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: અમેરિકન ફર્મે અદાણીની કંપનીમાં રોકાણ વધાર્યું, બલ્ક ડીલ દ્વારા હિસ્સો ફરીથી ખરીદ્યો, 5.03 ટકા થયો સ્ટેક
રિપોર્ટ અનુસાર, આ ખાતાઓ છેલ્લા એક દાયકા કે તેથી વધુ સમયથી ઓપરેટ કરવામાં આવ્યા નથી અને જમા થયેલી રકમ પર કોઈએ દાવો કર્યો નથી. એટલે કે, જો તમારા વડીલો અથવા દાદા-દાદી વગેરેએ બેંકમાં પૈસા છોડી દીધા છે, તો તમે આ પૈસા RBI પોર્ટલ પરથી મેળવી શકો છો. આરબીઆઈએ આ પગલું જનતાના ફાયદા માટે ઉઠાવ્યું છે જેથી કરીને તેમને પૈસા પાછા મળે.
આરબીઆઈનું નવું પોર્ટલ લોકોને એ જાણવાની સુવિધા આપશે કે તેમના પૈસા બેંકમાં તો નથીને. જો તમારું અથવા તમારા માતા-પિતાનું એકાઉન્ટ લાંબા સમયથી સક્રિય નથી, અથવા તમે આવા એકાઉન્ટ્સ ભૂલી ગયા છો, તો તમે તમારા અથવા તમારા માતાપિતાનું એકાઉન્ટ તપાસી શકો છો. આ તમને બેંકમાં પડેલા પૈસા પાછા મેળવવાનો માર્ગ આપે છે.
RBI launches उद्गम – UDGAM – Centralised Web Portal for searching Unclaimed Depositshttps://t.co/CGhsVm9ICJ
— ReserveBankOfIndia (@RBI) August 17, 2023
રિઝર્વ બેંક ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ (ReBIT), ઇન્ડિયન ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને એલાઇડ સર્વિસિસ (IFTAS), અને સહભાગી બેંકોએ સંયુક્ત રીતે આ પોર્ટલ શરૂ કર્યું.
ઉદગમ પોર્ટલનો લાભ લેવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
Published On - 11:33 am, Sun, 20 August 23