હવે આ ખાનગી બેંકમાં પણ જમા કરાવી શકાશે પ્રોપર્ટી ટેક્સ અને GST, RBIએ આપી મંજૂરી 

આરબીઆઈની એજન્સી બેંક તરીકે સીએસબી બેંક હવે અલગ અલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના વિભાગો સાથે કર વસૂલાત, પેન્શન ચુકવણી, સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત વગેરે જેવા વ્યવસાય માટે કરાર કરવા માટે અધિકૃત છે.

હવે આ ખાનગી બેંકમાં પણ જમા કરાવી શકાશે પ્રોપર્ટી ટેક્સ અને GST, RBIએ આપી મંજૂરી 
File Image
| Edited By: | Updated on: Dec 21, 2021 | 11:37 PM

ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા CSB બેંકે મંગળવારે જણાવ્યું હતું કે તેને કેન્દ્ર અને રાજ્ય સરકારોના સામાન્ય બેંકિંગ વ્યવસાયને (banking business) ચાલુ રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India – RBI) દ્વારા ‘એજન્સી બેંક (agency bank)’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે. બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિમણૂક CSB બેંકને કેન્દ્ર અને રાજ્ય સરકારોના સામાન્ય બેંકિંગ વ્યવસાયને ચાલુ રાખવાની મંજૂરી આપશે, જે આરબીઆઈ દ્વારા સોંપવામાં આવી શકે છે.

 

આરબીઆઈની એજન્સી બેંક તરીકે સીએસબી બેંક હવે અલગ અલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના વિભાગો સાથે કર વસૂલાત, પેન્શન ચુકવણી, સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત વગેરે જેવા વ્યવસાય માટે કરાર કરવા માટે અધિકૃત છે.

 

બેંકે વધુમાં જણાવ્યું હતું કે તે CSB બેંકને સરકારી કારોબારથી સંબધિત વ્યવહારની એક વિસ્તૃત શ્રેણી જેવી કે સ્ત્રોત પર કર કપાત (TDS), ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST), સ્ટેમ્પ ડ્યુટી, નોંધણી, વેલ્થ ટેક્સ, મૂલ્ય વર્ધિત કર અને પ્રોફેશનલ ટેક્સ વગેરે વ્યવસ્થા મેનેજ કરી શકે છે.

 

બેંકની દેશભરમાં 562 શાખાઓ છે

CSB બેન્કના વડા (રિટેલ બેન્કિંગ) નરેન્દ્ર દીક્ષિતે જણાવ્યું હતું કે “અમારા માટે વિવિધ સરકારી વિભાગોને અમારી સેવાઓ પ્રદાન કરવાની આ એક શ્રેષ્ઠ તક છે. સમગ્ર દેશમાં 562 શાખાઓના અમારા વ્યાપક નેટવર્ક સાથે આ નિમણુંક સરકાર સંબંધિત ચુકવણી સેવાઓ અને અમારા ગ્રાહકો વચ્ચેના રૂટને સરળ બનાવશે. દીક્ષિતે કહ્યું કે આ સુવિધા બેંકના ગ્રાહકોને CSB બેંકમાં તેમના વર્તમાન ખાતામાંથી સરકારને ચૂકવણી કરવા માટે એક કાર્યક્ષમ માર્ગ પ્રદાન કરશે.

 

દક્ષિણ સ્થિત ખાનગી ક્ષેત્રની બેંકે જણાવ્યું હતું કે તે નવી પ્રોડક્ટ લાઈન ઉમેરીને અને ભૌતિક અને ડિજિટલ ચેનલો દ્વારા તેની વિતરણ ચેનલને વધારીને કરીને પોતાના વ્યવસાયનો વિસ્તાર કરી રહી છે. CSB બેંકે કહ્યું કે બેંકમાં 85 ટકાથી વધુ વ્યવહારો ડિજિટલ મોડ દ્વારા થાય છે.

 

સરકારે પ્રાઈવેટ બેન્ક પરથી હટાવી દીધો હતો આ પ્રતિબંધ

તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં નાણા મંત્રાલયે ખાનગી ક્ષેત્રની બેંકોને સરકારી કારોબારની ફાળવણી પર સપ્ટેમ્બર 2012માં લાદવામાં આવેલા નિયંત્રણો હટાવવાની જાહેરાત કરી હતી. તેની માહિતી આરબીઆઈને આપવામાં આવી હતી.

 

તેની માહિતી આરબીઆઈને આપવામાં આવી હતી. RBI દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર અનુસૂચિત ખાનગી બેંકો RBI સાથે કરાર કર્યા પછી સરકારી વ્યવસાયમાં ભાગ લઈ શકે છે, પરંતુ જે બેંકો RBIના PCA (પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન)માં છે તેમને આવું કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

 

 

આ પણ વાંચો :  ગ્રોથ ઝડપી રાખવા માટે સરકારે વધારવો પડશે ખર્ચ, મૂડી ખર્ચ પણ ઘટાડવાની જરૂર: ઈન્ડસ્ટ્રી