ગયા અઠવાડિયે યોજાયેલી મોનેટરી પોલિસી કમિટી(MPC )ની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(Reserve Bank of India)એ કહ્યું હતું કે રેગ્યુલેટેડ માર્કેટનો સમય બદલવામાં આવી રહ્યો છે. 18 એપ્રિલથી રિઝર્વ બેંક દ્વારા નિયમન કરાયેલા તમામ બજારોનો સમય સવારે 10 વાગ્યાથી ઘટાડી 9 વાગ્યા સુધી કરવાની જાહેરાત કરવામાં આવી છે. કોરોનાને કારણે રિઝર્વ બેંકે 7 એપ્રિલ 2020 ના રોજ વિવિધ બજારો માટે ટ્રેડિંગના સમયમાં ફેરફાર કર્યો હતો. સેન્ટ્રલ બેંકે ટ્રેડિંગનો સમય સવારે 10 વાગ્યા સુધી વધારી દીધો હતો. થોડા મહિના પછી 9 નવેમ્બર 2020 થી કેટલાક બજારોમાં સમય જૂનો કરવામાં આવ્યો. RBIએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે મોટા પ્રમાણમાં લોકોની અવરજવર પરના નિયંત્રણો હટાવવા અને ઓફિસોમાં કામકાજ સામાન્ય થવાને ધ્યાનમાં રાખીને સવારે 9 વાગ્યાથી નાણાકીય બજારો(Financial Market)માં વેપાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોવિડ -19 રોગચાળાની શરૂઆત પછી આ બજારોમાં સવારે 10 વાગ્યાથી વેપાર શરૂ થયો હતો પરંતુ 18 એપ્રિલથી આ બજારો ફરી એકવાર નવ વાગ્યાથી ખુલશે. આરબીઆઈએ કહ્યું કે 18 એપ્રિલથી ફાઈનાન્શિયલ માર્કેટમાં ટ્રેડિંગ સવારે 9 વાગ્યાથી બપોરે 3.30 વાગ્યા સુધી ચાલશે. ફોરેન એક્સચેન્જ માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝમાં વ્યવહાર હવે બદલાયેલા સમય સાથે જ શક્ય બનશે. શુક્રવારે નાણાકીય સમીક્ષા પછી, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે 18 એપ્રિલથી સવારે 9 વાગ્યાથી તમામ નાણાકીય બજારોમાં ફરીથી વેપાર શરૂ કરવાની જાહેરાત કરી હતી.
આપણા દેશમાં નાણાકીય બજારનું નિયમનકાર રિઝર્વ બેંક છે જ્યારે મની માર્કેટ એટલે કે શેરબજારનું નિયમનકાર સેબી છે. રિઝર્વ બેંક સરકારી સિક્યોરિટીઝ માર્કેટ, કોમર્શિયલ પેપર માર્કેટ, રેપો કોર્પોરેટ બોન્ડ્સ, ટ્રેઝરી બિલ્સ, ફોરેન કરન્સી માર્કેટ, ફોરેક્સ ડેરિવેટિવ્ઝ, રૂપી ઈન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્સ જેવા બજારોનું નિયમનકાર છે.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ચાર સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. દંડની રકમ 4 લાખ રૂપિયા છે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ, આ સહકારી બેંકો (Cooperative banks) સામે નિયમનકારી અનુપાલન અને માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે. આ પ્રકારની કાર્યવાહી અવારનવાર થાય છે અને જે બેંકો રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરતી નથી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. દંડ ઉપરાંત, કાર્યવાહીમાં પ્રતિબંધો પણ લાદવામાં આવે છે. અખબારી યાદીમાં આ બેંકો સામે લાદવામાં આવેલા દંડની માહિતી આપવામાં આવી છે.