રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં Paytm પેમેન્ટ બેંકને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે બાદ RBI દ્વારા Paytm પેમેન્ટ્સ બેંકના કામકાજ પર અનેક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. તો RBIએ બેંકિંગ નિયમોનું પાલન ન કરવા સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. આરબીઆઈએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને ત્રણ NBFCના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યા છે. આ સિવાય ઘણી NBFCએ પણ તેમના લાઇસન્સ સરેન્ડર કર્યા છે.
હવે RBI દ્વારા વધુ એક કડક પગલું લેવામાં આવ્યું છે. આ પગલું ત્રણ NBFC સંબંધિત છે. આરબીઆઈએ ત્રણ નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કર્યા છે. આ ત્રણ NBFC ભારથુ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઇનાન્સ ઇન્ડિયા, કોક્સ એન્ડ કિંગ્સ ફાઇનાન્સિયલ સર્વિસ અને PSPR એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ છે.
આ સાથે RBI તરફથી એક અલગ સૂચનામાં કહેવામાં આવ્યું છે કે 9 NBFC અને એક હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ તેમના લાઇસન્સ સરેન્ડર કરી દીધા છે. તેમાંથી કેટલાકે ધંધો છોડીને તેમના લાયસન્સ સરેન્ડર કર્યા છે. તો રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડે હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાના વ્યવસાયમાંથી બહાર નીકળ્યા પછી તેનું લાઇસન્સ સરેન્ડર કર્યું છે.
આ નવ NBFCમાં SMILE માઇક્રોફાઇનાન્સ, જેએફસી ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ, કાવેરી ટ્રેડફિન પ્રાઇવેટ લિમિટેડ અને ગિની ટ્રેડફિન લિમિટેડે બિઝનેસમાંથી બહાર ગયા પછી તેમના લાઇસન્સ સરેન્ડર કર્યા છે. જેજી ટ્રેડિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, એસકે ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ, માઇક્રોફર્મ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, બોહરા એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ અને મહિકો ગ્રો ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડે તેમના લાયસન્સ સરેન્ડર કર્યા છે, કારણ કે તેઓ એકીકરણ/મર્જર/વિસર્જન/સ્વૈચ્છિક હડતાલને પગલે કાનૂની એન્ટિટી કરવાનું બંધ કરી દીધું હતું.
આ પણ વાંચો પેટ્રોલ નહીં, પરંતુ પાણીથી ચાલશે આ સ્કૂટર, 1 લીટર ફ્યુઅલમાં દોડશે 55 કિલોમીટર