રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી

|

Oct 11, 2021 | 8:05 PM

અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા $ 35 મિલિયનના રોકાણ સાથે અકાસા એર તરીકે ઓળખાતી અલ્ટ્રા-લો-કોસ્ટ એરલાઈન શરૂ કરશે.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Air ભરશે ઉડાન, ઉડ્ડયન મંત્રાલય તરફથી મળી મંજુરી

Follow us on

તાજેતરના અહેવાલો અનુસાર ભારતના અબજોપતિ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) થોડા સમયથી 70 એરક્રાફ્ટ સાથે પોતાની એરલાઈન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ સમાચારો પર આજે પડદો પડ્યો છે. રાકેશ ઝુનઝુનવાલાને પોતાની એરલાઈન શરૂ કરવા માટે એનઓસી મળી ગયુ છે.

 

એનઓસી મળ્યા બાદ માન્યો આભાર

અકાસા એર (Akasa Airlines)ના સીઈઓ દુબેએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સમર્થન અને એનઓસી આપવા બદલ અમે અત્યંત ખુશ અને આભારી છીએ. અમે અકાસા એરને સફળતાપૂર્વક શરૂ કરવા માટે જરૂરી તમામ નિયમો પર અમે નિયામક અધિકારીઓ સાથે કામ કરવાનું ચાલુ રાખશું.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ક્યારે શરૂ થશે કામગીરી

ભારતીય બિઝનેસ મેગ્નેટ અને શેરબજારના રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ પ્રમોટ કરેલી અકાસા એરલાઈનને નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું છે. મીડિયા રીપોટ્સના અહેવાલો દ્વારા જાણવા મળ્યું છે કે અકાસા એર 2021ના ​​અંત સુધીમાં કામગીરી શરૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે. અહેવાલ મુજબ અકાસા એરનું નેરો બોડી એરક્રાફ્ટના બોઈંગ ફ્લીટને પસંદ કરવામાં આવે તેવી શક્યતા વધારે છે અને આશા છે કે વિમાન સંપાદન બાદ એર ઓપરેટર પરમિટ ઉપલબ્ધ થશે.

 

આ પહેલા 28 જુલાઈના રોજ અહેવાલો સામે આવ્યા હતા કે ઝુનઝુનવાલા નવા એરલાઈન સાહસ માટે ચાર વર્ષમાં 70 વિમાનો લેવાનું વિચારી રહ્યા છે.  ઝુનઝુનવાલા નવી એરલાઈનમાં આશરે 40 ટકા હિસ્સો ધરાવે તેવી ધારણા છે અને તેઓ સાહસમાં 35 મિલિયન ડોલરનું રોકાણ કરવા માંગે છે. માહિતી અનુસાર સ્થાનિક એરલાઈન ઈન્ડિગોના ભૂતપૂર્વ ચેરમેન આદિત્ય ઘોષ, ઝુનઝુનવાલા અને જેટ એરવેઝના ભૂતપૂર્વ સીઈઓ વિનય દુબે સાથે અકાસાના સહ-સ્થાપક હશે.

 

ઘોષ આ નવા અલ્ટ્રા-લો-કોસ્ટ કેરિયર (ULCC) સાથે ઉડ્ડયન ઉદ્યોગમાં પરત ફરશે. 2018માં તેમણે ઈન્ડિગોના ચેરમેન અને હોલ ટાઈમ ડિરેક્ટરનું પદ છોડીને ઉદ્યોગમાંથી બહાર નીકળ્યા હતા. તે હાલમાં ફેબ ઈન્ડિયા અને ઓયો રૂમમાં બોર્ડ મેમ્બર છે.

 

અકાસાના અન્ય મુખ્ય હોદ્દાઓ જેટ એરવેઝના ભૂતપૂર્વ વીપી પ્રવિણ અય્યર સીઓઓની ભૂમિકા નિભાવશે, જ્યારે ગો એરના (Go Air) ભૂતપૂર્વ રેવન્યુ મેનેજમેન્ટ વીપી આનંદ શ્રીનિવાસન સીટીઓ અને ભૂતપૂર્વ જેટ ફ્લાઈટ ઓપરેટર વીપી ફ્લોયડ ગ્રેસીઆસ પણ આ પ્રકારની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે. ઉદ્યોગના અનુભવી નીલુ ખત્રીને કોર્પોરેટ બાબતોના વડાનું પદ મળે તેવી શક્યતા છે.

 

ઝુનઝુનવાલા પ્રમોટેડ એરલાઈન કંપનીએ 70 વિમાનોના કાફલાની યોજના બનાવી છે. કોવિડ -19 મહામારી કારણે ઉદ્યોગ પર પડેલી ઉંડી અસર વચ્ચે ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર નવી શરૂઆત જોવા માટે તૈયાર છે.

 

આ  પણ વાંચો :  SBIમાં ખોલી શકાય છે આ 8 પ્રકારના સેવિંગ્સ એકાઉન્ટ, વિનામુલ્યે મળશે આ સુવિધાઓ

Next Article