Mumbai : બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું (Rakesh Jhunjhunwala Passes away)62 વર્ષ નિધન થયુ છે, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે.રાકેશ ઝુનઝુનવાલાને (Rakesh Jhunjhunwala)ભારતના વોરેન બફેટ કહેવામાં આવે છે, તેમનો જન્મ એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. તેના પિતા ટેક્સ ઓફિસર (tax officer) હતા. તેમણે કોલેજના અભ્યાસ સમયે 1985માં શેરબજારમાં (Share market) ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તે સમયે BSE સેન્સેક્સ 150 પોઈન્ટની આસપાસ હતો અને તેણે 5,000 રૂપિયાથી રોકાણ કરવાનું શરૂ કર્યું.
ફોર્બ્સ અનુસાર, રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ વધીને 5 બિલિયન ડોલર ( 39,527 કરોડ) થઈ ગઈ છે. એક વર્ષ પહેલા તેમની સંપત્તિ 4.6 બિલિયન ડોલર હતી, એટલે કે તેમાં 15 ટકાનો વધારો થયો છે. રાકેશ ઝુનઝુનવાલાની પહેલી મોટી જીત ટાટા ટી (TATA Tea) હતી, જેમાં તેમણે 1986માં 5 લાખ રૂપિયાનો નફો કર્યો હતો. તેમજ 43 રૂપિયાના ભાવે ટાટા ટીના 5,000 શેર ખરીદ્યા હતા, જે માત્ર ત્રણ મહિનામાં જ વધીને 143 રૂપિયા થઈ ગયા હતા.
હર્ષદ મહેતાના જમાનામાં રાકેશ ઝુનઝુનવાલાને Bear કહેવામાં આવતા હતા. એક ઈન્ટરવ્યુમાં, બિગ બુલે (Big Bull) સ્વીકાર્યું કે તે હર્ષદ મહેતા કૌભાંડ 1992 દરમિયાન બેર કાર્ટેલનો ભાગ હતો. તેણે કહ્યું કે તે સમયે તે ઘણું શોર્ટ સેલિંગ કરતો હતો અને નફો કમાતો હતો. 1990ના દાયકામાં ભારતીય શેરબજારમાં સ્થાપિત કાર્ટેલોનું વર્ચસ્વ હતું. આવી જ એક Bear કાર્ટેલનું નેતૃત્વ મનુ માણેક કરતો હતો, જે બ્લેક કોબ્રા તરીકે ઓળખાય છે. પત્રકાર સુચેતા દલાલે 1992ના હર્ષદ મહેતા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો, જે બાદ શેરબજારમાં કડાકો બોલી ગયો હતો.
તમને જણાવી દઈએ કે,1987માં રાકેશ રાકેશ ઝુનઝુનવાલાએ રેખા ઝુનઝુનવાલા (Rekha Jhunjhunwala) સાથે લગ્ન કર્યા, જેઓ શેરબજારમાં રોકાણકાર પણ છે. 2003 માં રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની સ્ટોક ટ્રેડિંગ ફર્મ રેર એન્ટરપ્રાઈઝ શરૂ કરી, જેનું નામ તેમણે પોતાના અને તેમની પત્નીના નામ પર રાખ્યું.
Published On - 9:50 am, Sun, 14 August 22