Rakesh Jhunjhunwala portfolio: છેલ્લા કેટલાક સત્રોમાં જબરદસ્ત તેજીના પગલે ટાટા ગ્રુપ(Tata Group) ના શેર તેમના શેરધારકોને જોરદાર રિટર્ન આપી રહ્યા છે. ટાટા મોટર્સ(Tata Motots)ના શેરની કિંમત 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી છે જ્યારે ટાઇટન(Titan) કંપનીના શેર ઓલટાઇમ હાઇ પર છે. અસલમાં 2021 ની શરૂઆતથી ટાઇટન કંપનીના શેર આસમાને પહોંચ્યા છે.
ઓક્ટોબર 2021 ના 9 ટ્રેડિંગ સત્રોમાં ટાઇટનના શેરની કિંમત લગભગ 17.50 ટકા વધી હતી જેનાથી રાકેશ ઝુનઝુનવાલાને લગભગ 1700 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
ટાઇટનના શેરની પ્રાઇસ હિસ્ટ્રી
ઓક્ટોબર 2021 માં ટાઇટનના શેરની કિંમત 2161.85 રૂપિયા (NSE પર 30 સપ્ટેમ્બર 2021 ના બંધ ભાવ) થી વધીને 2567 રૂપિયા (NSE પર 14 ઓક્ટોબર 2021 ના રોજ બંધ ભાવ) થઈ છે. છેલ્લા 9 ટ્રેડિંગ સત્રોમાં 407 રૂપિયા આસપાસ નો વધારો થયો હતો. આ તેજીમાં ટાઇટનના શેરની કિંમત તેની નવી ઓલટાઇમ હાઇ રૂ 2,608.95 પર પહોંચી હતી.
સ્ટોકે કેટલી કમાણી કરી?
એપ્રિલથી જૂન 2021 ના ત્રિમાસિક ગાળા માટે ટાઇટન કંપનીની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા ટાટા જૂથની કંપનીમાં હિસ્સો ધરાવે છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે કંપનીના 3,30,10,395 શેર છે જ્યારે તેની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે કંપનીના 96,40,575 શેર છે. કુલ મળીને ટાઇટનના 4,26,50,970 શેર છે.
છેલ્લા 9 સત્રોમાં ટાઇટનનો શેર 407 રૂપિયા પ્રતિ શેર વધ્યો હતો. આને કારણે રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ રૂ .1700 કરોડ (407 x 4,26,50,970) ની નજીક વધી છે.
રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ના ક્વાર્ટરમાં ટાઇટન કંપનીમાં પોતાનો હિસ્સો વેચ્યો હતો. માર્ચ 2021 ક્વાર્ટર મુજબ રાકેશ ઝુનઝુનવાલા પાસે 3,52,60,395 શેર હતા જ્યારે તેની પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 96,40575 શેર હતા. રાકેશ ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ હતી જૂન 2021 ક્વાર્ટરમાં 3,30,10,395 શેર પર આવી ગઈ હતી જ્યારે રેખા ઝુનઝુનવાલાની શેરહોલ્ડિંગ 96,40,575 શેર પર યથાવત છે. આનો અર્થ એ થયો કે રાકેશ ઝુનઝુનવાલાએ એપ્રિલથી જૂન 2021 ક્વાર્ટર દરમિયાન ટાઇટનના 22,50,000 અથવા 22.50 લાખ શેર વેચ્યા હતા. ટાઇટન કંપનીએ જુલાઈથી સપ્ટેમ્બર 2021 ક્વાર્ટર માટે તેના શેરહોલ્ડિંગની જાહેરાત કરવાની બાકી છે.