AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airને મળશે જૂનમાં પહેલું એરક્રાફ્ટ, જુલાઈમાં ભરશે પહેલી ઉડાન

સ્થાનિક એરલાઇન અકાસા એરને (Akasa Air) જૂનના મધ્ય સુધીમાં તેનું પ્રથમ એરક્રાફ્ટ મળવાની અપેક્ષા છે. યુએસમાં બોઇંગના પોર્ટલેન્ડ પ્લાન્ટમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાની Akasa Airને મળશે જૂનમાં પહેલું એરક્રાફ્ટ, જુલાઈમાં ભરશે પહેલી ઉડાન
Rakesh Jhunjhunwala (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2022 | 8:11 PM
Share

સ્થાનિક એરલાઈન અકાસા એરને (Akasa Air) જૂનના મધ્ય સુધીમાં તેનું પ્રથમ એરક્રાફ્ટ મળવાની અપેક્ષા છે. યુએસમાં બોઈંગના પોર્ટલેન્ડ પ્લાન્ટમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala) દ્વારા સમર્થિત અકાસા એરએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જુલાઈ સુધીમાં વ્યવસાયિક કામગીરી (Commercial Operations) શરૂ કરવા માટે બધું જ ટ્રેક પર છે. એરલાઈન માર્ચ 2023 સુધીમાં ઘરેલુ રૂટ પર 18 એરક્રાફ્ટ ચલાવવાની યોજના ધરાવે છે. મુંબઈ સ્થિત એરલાઈનને ગયા વર્ષે ઓક્ટોબરમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યું હતું. અમે તમને જણાવી દઈએ કે Akasa Air એક બજેટ ફ્રેન્ડલી એરક્રાફ્ટ કેરિયર તરીકે ઉડાન ભરશે અને કંપનીએ 72 બોઈંગ 737 MAX એરક્રાફ્ટ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં ઈંધણનો વપરાશ ઓછો છે.

મહાનગરોથી થશે શરૂઆત

અકાસા એર શરૂઆતમાં મેટ્રોથી ટાયર II અને III શહેરોમાં સેવાઓ શરૂ કરશે. દુબેએ કહ્યું કે મેટ્રોથી મેટ્રોની ફ્લાઈટ્સ પણ હશે. તેમણે કહ્યું કે અકાસા એર મુખ્યત્વે વ્યાવસાયિક રીતે સંચાલિત, સ્પર્ધાત્મક ખર્ચ માળખું, ગ્રાહક સંતોષ, કર્મચારીઓની ખુશી અને એરલાઈનના નાણાકીય સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ એરલાઈને 72 બોઈંગ 737 મેક્સ જેટનો ઓર્ડર આપ્યો હતો. તેની કિંમત લગભગ 9 અબજ ડોલર છે. Akasa Air એ બે બોઈંગ મોડલ માટે ઓર્ડર આપ્યો છે. એરલાઈન વર્ષ 2023ના બીજા ભાગમાં વિદેશી ફ્લાઈટ્સ શરૂ કરવાનું લક્ષ્ય રાખે છે.

અકાસા એરલાઈન્સ અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર (ultra low cost carrier) હશે. અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર એટલે સસ્તી હવાઈ મુસાફરી. આમાં, મૂળભૂત ટિકિટ સસ્તી છે, જોકે સુવિધાઓ માટે અલગથી ચૂકવણી કરવી પડશે. તમને જણાવી દઈએ કે GoAir પણ અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર બનવાની તૈયારી કરી રહી છે. ભારતના એવિએશન માર્કેટમાં જોરદાર હરીફાઈ ચાલી રહી છે, જેમાં ઘણી નાની-મોટી કંપનીઓ તેમની સેવા પૂરી પાડી રહી છે. અકાસા પણ તેમાંથી એક હશે. હાલમાં, ભારતીય ઉડ્ડયન બજારમાં ઈન્ટર ગ્લોબ એવિએશન લિમિટેડની ઈન્ડિગો એરલાઈનનું વર્ચસ્વ છે.

g clip-path="url(#clip0_868_265)">