એર ઈન્ડિયા(Air India) ટાટા સન્સ(Tata Sons) પાસે ગયા પછી મહાનુભાવોની મુશ્કેલીઓ વધી ગઈ છે. કંપનીએ બાકી રકમની માંગ કરી રહી છે. તાજેતરમાંજ રાજ્યસભાએ તેના સભ્યોને એર ઈન્ડિયાના બાકી લેણાંની ચુકવણી કરવા માટે તેમના હવાઈ મુસાફરીના બિલોને વહેલી તકે પતાવટ કરવા જણાવ્યું છે. ઉપલા ગૃહ સચિવાલયે સભ્યોને લખેલા તેના પત્રમાં જણાવ્યું હતું કે એર ઈન્ડિયાએ એક્સચેન્જ ઓર્ડર સામે એર ટિકિટ ખરીદવા માટે ક્રેડિટ સુવિધા આપવાનું બંધ કરી દીધું છે જે ભૂતકાળમાં પ્રચલિત હતું.
“સભ્યોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સમિતિની બેઠકોમાં હાજરી આપવાના હેતુથી રાજ્યસભા અથવા લોકસભા સચિવાલય દ્વારા પહેલાથી જ જારી કરાયેલ એક્સચેન્જ ઓર્ડર સામે ખરીદેલ એર ટિકિટો અને બોર્ડિંગ પાસ સાથે નિર્ધારિત ફોર્મમાં મુસાફરી ભથ્થું ચૂકવે,” તેમ પત્રમાં જણાવાયું છે. એર ઈન્ડિયાના લેણાંની ચુકવણી માટે વહેલી તકે રાજ્યસભા સચિવાલયને વિગતો સબમિટ કરવા જાણવાયું છે.
રાજ્યસભા દ્વારા જારી કરાયેલા પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની એર ટિકિટ આગળની સૂચનાઓ સુધી રોકડમાં ખરીદી શકાય છે. કેન્દ્રએ ટાટા સન્સને દેશની માલિકીની એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને બાકી લેણાંને સોંપવાની અને ક્લિયર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
નાણા મંત્રાલયે 27 ઓક્ટોબર 2021 ના રોજ તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમને એર ઈન્ડિયા તરફના તેમના તમામ લેણાં તાત્કાલિક ક્લિયર કરવા સૂચના આપી હતી, જેમાં જણાવાયું હતું કે ટાટા સન્સ દ્વારા દેવાથી ડૂબી ગયેલી રાષ્ટ્રીય વાહકને ઊંચી બોલી સાથે ખરીદી લેવામાં આવી છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે એરલાઇન્સને સોંપવાની પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં તમામ મંત્રાલયો અને વિભાગો દ્વારા તમામ લેણાંની ચુકવણી કરવી જોઈએ. ITA એ પણ માહિતી આપી હતી કે ટાટા સન્સ દ્વારા ક્રેડિટ સુવિધા બંધ કરવામાં આવી છે, તેથી હવેથી આગળની સૂચનાઓ સુધી ટિકિટ માત્ર રોકડમાં જ ખરીદવી જોઈએ.
જુલાઈ 2009માં નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે સરકારી અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવનાર લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) સહિત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ માટે હવાઈ મુસાફરી માત્ર એર ઈન્ડિયા દ્વારા જ કરવામાં આવશે.
આ પણ વાંચો : Multibagger stock : રોકાણકારોના 1 લાખ 1 વર્ષમાં 4.5 લાખ થયા, જાણો 450% થી વધુ રિટર્ન આપનાર સ્ટોક વિશે
આ પણ વાંચો : છેલ્લા 1 વર્ષમાં આવેલા IPO પૈકી 75% એ રોકાણકારોના પૈસામાં વૃદ્ધિ કરી, એક વર્ષમાં 87 હજાર કરોડનું રોકાણ થયું