નરેન્દ્ર મોદી ફરી એક વખત 30 મેના રોજ શપથ ગ્રહણ કરવાના છે ત્યારે ભારતીય રેલવેએ પહેલા જ 100 દિવસનો મેગા એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. જેમાં સૌથી વધુ ધ્યાન એ બાબત પર છે કે માલ ગાડીના વ્યવસ્થાપનથી વધુ આવક ઉભી કરવાનો હેતુ છે. રેલવેની આ મહત્વકાંશી યોજના DFC ડેડિકેડેટ ફ્રેટ કોરિડોરને 2020 સુધી પૂરી કરવા માટેનો ઉદેશ્ય છે.
માહિતી પ્રમાણે ભારતીય રેલવે દ્વારા DFC પર સૌથી મોટો સાહસ કરવામાં આવી રહ્યો છે. 2020 સુધી DFC પ્રોજેક્ટ દ્વારા માલ ગાડીઓથી આવકમાં બમણો વધારો કરવાનું લક્ષ્ય છે. આગામી બજેટમાં રેલવે ઈન્ફ્રા વિસ્તારની વહેચણીમાં વધારો કરી શકે છે. તો સાથે નાના વિસ્તારો સુધી યાત્રીકોની ટ્રેનનો પણ વધારો શક્ય બની શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
હમસફર ટ્રેન
100 દિવસના એક્શન પ્લાનમાં વધુને વધુ થર્ડ ACની હમસફર ટ્રેનને ચલાવવાની પણ યોજના છે. તો સાથે રેલવે યાત્રીકોની સુવિધા માટે A અને B કેટેગરીના સ્ટેશનો પર એસ્કેલેટર, લિફ્ટ અને શૌચાલય સહિત વેટિંગ રૂમની સુવિધા ઉભી કરવાનો પણ હેતુ છે. સાથે વાઈફાઈની પણ સવલત આપવામાં આવશે.
શું છે DFC
DFC એક એવો કોરિડોર પ્રોજેક્ટ હશે જેના દ્વારા રેલવેની આવકમાં વધારો થશે. આ પ્રોજેક્ટના લાગુ કરાતા સામાનને સરળતાથી યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવશે સાથે સરળ વ્યવસ્થા પણ ઉભી થઈ જશે. 2025 સુધીમાં માલ ગાડીઓ દ્વારા આવકને બમણી કરવાનો લક્ષ્ય છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:28 pm, Mon, 27 May 19