Railway એ Oxygen Express દ્વારા દેશભરમાં 2,067 ટન પ્રાણવાયું જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો

|

May 06, 2021 | 8:04 AM

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ચાલુ ઓક્સિજનની કટોકટી વચ્ચે રેલવે(Railway)એ હવે મોરચો સંભાળી લીધો છે.

Railway એ Oxygen Express દ્વારા દેશભરમાં 2,067 ટન પ્રાણવાયું જરૂરિયાતમંદો સુધી પહોંચાડ્યો
Oxygen Express Train

Follow us on

દેશ હાલમાં કોરોનાવાયરસની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે. દેશના ઘણા ભાગોમાં ચાલુ ઓક્સિજનની કટોકટી વચ્ચે રેલવે(Railway)એ હવે મોરચો સંભાળી લીધો છે. છેલ્લા 16 દિવસમાં ભારતીય રેલ્વેની ‘ઓક્સિજન એક્સપ્રેસ’ (Oxygen Express)એ દેશભરમાં 2,067 ટન મેડિકલ ઓક્સિજનનું પરિવહન કર્યું છે. દિલ્હીમાં સૌથી વધુ 707 ટન ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 641 ટન તબીબી ઓક્સિજન ઉપલબ્ધ કરાવાયું છે.

હાલમાં 344 ટન લિકવીડ મેડિકલ ઓક્સિજન (LMO) લોડ કરેલી ટેન્ક ટ્રેન દેશભરમાં વિવિધ રૂટ ઉપર દોડી રહી છે. રેલ્વે મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, “ભારતીય રેલ્વેએ દેશના વિવિધ રાજ્યોમાં Liquid Medical Oxygen પહોંચાડ્યું છે. અત્યાર સુધીમાં ભારતીય રેલ્વેએ વિવિધ રાજ્યોમાં 137 ટેન્કર દ્વારા 2,067 ટન પ્રવાહી તબીબી ઓક્સિજન પહોંચાડ્યું છે.

મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી 34 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોએ તેમની સફર પૂર્ણ કરી છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 174, ઉત્તરપ્રદેશમાં 641, મધ્યપ્રદેશમાં 190, હરિયાણામાં 229, તેલંગણામાં 123 અને દિલ્હીમાં 707 ટન Liquid Medical Oxygen પહોંચાડવામાં આવી છે. દરેક ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન લગભગ 16 ટન Liquid Medical Oxygen વહન કરે છે અને આ ટ્રેનો લગભગ 65 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નોંધપાત્ર વાત એ છે કે ગઈકાલના આંકડા અનુસાર ભારતમાં 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,2,3,315 નવા કેસ નોંધાયા હતા અને 3,780 લોકોનાં મોત પણ થયા છે. કોરોનાના 3,38,439 દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 34,87,229 હતી. ઉલ્લેખનીય છે કે કોરોના રોગચાળા દરમ્યાન અત્યાર સુધીમાં 2.26 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Next Article