Railway : 11 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર બોનસની જાહેરાત કરી શકે છે

|

Sep 28, 2022 | 8:39 AM

રેલવેએ ગયા વર્ષે પણ તેના રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. રેલવે કર્મચારીને 30 દિવસમાં 7000 રૂપિયાનું બોનસ મળશે. આવી સ્થિતિમાં તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 18000 રૂપિયાનું બોનસ મળશે.

Railway : 11 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકાર બોનસની જાહેરાત કરી શકે છે
Indian Railway
Image Credit source: File Image

Follow us on

રેલ્વેના(Railway)11 લાખ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં તેમને સરકાર તરફથી દિવાળીની ભેટ મળવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ સરકાર આજે યોજાનારી કેબિનેટ બેઠકમાં રેલ્વે કર્મચારીઓ માટે પ્રોડક્શન લિંક્ડ(Railways Employees bonus) બોનસ પર પોતાની મંજૂરી આપી શકે છે. જેમાં નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસના બોનસની દરખાસ્ત કરવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી લગભગ 11 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થવાનો છે. આ સાથે જ સરકારી તિજોરી પર 200 કરોડ રૂપિયાનું ભારણ પણ પડશે.

દશેરા પહેલા બોનસની જાહેરાત થઈ શકે છે

રેલવે બોર્ડે આ માટે કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો છે જેને કેબિનેટ ટૂંક સમયમાં મંજૂર કરી શકે છે. સામાન્ય રીતે કેબિનેટ દશેરા પહેલા રેલવે કર્મચારીઓના બોનસની જાહેરાત કરે છે. આમાં સરકારની તિજોરી પર 2000 કરોડ રૂપિયાનું ભારણઆવશે.

કેટલું બોનસ મળશે ?

રેલવે કર્મચારીઓને 78 દિવસના આ બોનસથી સરકારને આશરે રૂ. 2000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. એલિજિબલ રેલ્વે કર્મચારીઓને PLB ચૂકવણી માટે નિર્ધારિત પગાર ગણતરી મર્યાદા 7000 રૂપિયા પ્રતિ માસ છે. આ માટે 78 દિવસના બોનસની મહત્તમ મર્યાદા 17,951 રૂપિયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફોર્મ્યુલા શું છે ?

રેલવેએ ગયા વર્ષે પણ તેના રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપ્યું હતું. રેલવે કર્મચારીને 30 દિવસમાં 7000 રૂપિયાનું બોનસ મળશે. આવી સ્થિતિમાં તે કર્મચારીને 78 દિવસ માટે લગભગ 18000 રૂપિયાનું બોનસ મળશે.

કોરોનાકાળમાં પ્રસંશનીય કામગીરી

સૂત્રોએ જણાવ્યું હતું કે રેલવે યુનિયનો આ વર્ષે સામાન્ય 78 દિવસના વેતન કરતાં વધુ બોનસની અપેક્ષા રાખતા હતા. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વેમેન (NFIR) એ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પાછલા વર્ષોની સરખામણીએ પરફોર્મન્સ સાથે જોડાયેલા બોનસની ચુકવણી માટે વધુ દિવસોના વેતન માટે વિનંતી કરી છે જેથી કર્મચારીઓ તેમના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે વધુ મહેનત કરે.

કેન્દ્રીય રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવને સંબોધિત પત્રમાં યુનિયનએ કહ્યું, “ભારતીય રેલ્વેએ 2021-22 દરમિયાન માલવાહક ટ્રાફિકમાં સારું પ્રદર્શન કર્યું છે. વર્ષ 2021-22 દરમિયાન 1418 મિલિયન ટન કરતાં વધુ માલવાહક પરિવહન પ્રાપ્ત થયું હતું. રેલ્વેનું આ નોંધપાત્ર પ્રદર્શન રેલ્વે કર્મચારીઓના સમર્પણને કારણે છે.”

કર્મચારી મંડળના સેક્રેટરીએ કહ્યું છે કે કર્મચારીઓને બોનસની મર્યાદા માત્ર સાત હજાર રૂપિયા છે જે છઠ્ઠા પગાર ધોરણ પર આધારિત છે. હવે તેને વધારીને 18 હજાર કરવી જોઈએ.

Next Article