ગોરખપુર ફર્ટિલાઇઝર પ્લાન્ટ શરૂ કરવા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi)એ ઇથેનોલ (Ethanol) ઉત્પાદન પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત દર વર્ષે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) માટે ક્રૂડ ઓઈલ પાછળ 5-7 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. અમે ઇથેનોલ અને બાયોફ્યુઅલ (Biofuel)પર ભાર મૂકીને આ આયાત ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ.
પૂર્વાંચલનો આ વિસ્તાર શેરડીના ખેડૂતોનો ગઢ છે. ઈથેનોલ ખાંડ ઉપરાંત શેરડીના ખેડૂતો(Farmers)માટે કમાણીનું વધુ સારું માધ્યમ બની રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં જ બાયોફ્યુઅલ બનાવવા માટે ઘણી ફેક્ટરીઓમાં કામ ચાલી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે અમારી સરકાર આવી તે પહેલા યુપીમાંથી માત્ર 20 કરોડ લીટર ઈથેનોલ ઓઈલ કંપનીઓને મોકલવામાં આવતું હતું. આજે લગભગ 100 કરોડ લીટર ઈથેનોલ એકલા ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ખેડૂતો દેશની ઓઈલ કંપનીઓને મોકલે છે. પહેલા ખાડીનું તેલ આવતું હતું, પરંતુ હવે ઝાડી(ઝાડનું)નું તેલ પણ આવવા લાગ્યું છે.
શેરડીના ખેડૂતો માટે કામ કર્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉત્તર પ્રદેશની વર્તમાન સરકારે પાછલા વર્ષોમાં શેરડીના ખેડૂતો માટે અભૂતપૂર્વ કામ કર્યું છે. શેરડીના ખેડૂતો માટે લાભકારી ભાવ, તાજેતરમાં વધીને રૂ. 350 થયો છે. અગાઉની બે સરકારોએ 10 વર્ષમાં જેટલી શેરડીના ખેડૂતોને ચૂકવણી કરી છે લગભગ તેટલી તો યોગી સરકારે પોતાના 4 વર્ષમાં કરી છે.
કેન્દ્ર સરકારનું મિશન ઇથેનોલ
હાલમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 10 ટકા સુધી ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ વેચે છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ એપ્રિલ 2023થી શરૂ થશે. તેનાથી ખેડૂતોને ફાયદો થશે. સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે, જેથી પેટ્રોલિયમ પર થતા ખર્ચમાં ઘટાડો થાય અને ઇથેનોલ દ્વારા ખેડૂતોની આવક વધે.
કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, 2013-14માં તેલ કંપનીઓ દ્વારા 38 કરોડ લિટર ઇથેનોલની ખરીદી કરવામાં આવી હતી, જે હવે વધીને 2020-21માં 350 કરોડ લિટરથી વધુ થઈ ગઈ છે. બલરામપુર ચીની મિલ સૌથી વધુ 350 મિલિયન લિટર ઇથેનોલ ઉત્પાદન(Ethanol Production)ની ક્ષમતા ધરાવે છે.
ખાદ્યતેલો પર સરકારનું કામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ ખાદ્યતેલની આયાત માટે ભારત દર વર્ષે હજારો કરોડ રૂપિયા વિદેશમાં મોકલે છે. આ પરિસ્થિતિને બદલવા માટે દેશમાં જ પૂરતા પ્રમાણમાં ખાદ્ય તેલના ઉત્પાદન માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું છે. સરકારે તાજેતરમાં પામ ઓઈલ મિશન હેઠળ રૂ. 11,040 કરોડનું બજેટ પસાર કર્યું છે.
આ પણ વાંચો: Viral: માલિક સાથે કસરત કરી રહેલા કુતરાનો વીડિયો વાયરલ, લોકોએ કર્યા ખુબ વખાણ
આ પણ વાંચો: બકરીએ કુતરાની કરી નાખી હાલત ખરાબ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘કોક તો કુતરાને બચાવો’