માર્કેટ રેગ્યુલેટર સેબી હવે IPOમાં મનસ્વી પ્રાઇસ બેન્ડ પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. નવી દરખાસ્ત મુજબ હવે કોઈપણ IPOના ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે ઓછામાં ઓછો 5% તફાવત જરૂરી રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સેબીની આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે.
આ વર્ષે માર્કેટમાં એક પછી એક ઘણા IPO આવ્યા છે આમાંથી ઘણા IPOની પ્રાઇસ બેન્ડનો તફાવત રૂ. 1 અથવા રૂ. 2 હતો. જેના પર સેબીએ નારાજગી વ્યક્ત કરી અને મર્ચન્ટ બેન્કોને પત્ર લખ્યો હતો.
આ પ્રસ્તાવ સેબીની બોર્ડ મિટિંગમાં મુકાશે
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બજાર નિયામક IPO પર મનસ્વી પ્રાઇસ બેન્ડ પર નિયંત્રણ લાદવા જઈ રહ્યા છે. પ્રાઇસ બેન્ડ વચ્ચે 5 ટકાનો તફાવત ફરજિયાત બનાવવામાં આવશે. સેબીએ આ અંગે ચર્ચાપત્ર બહાર પાડ્યું હતું. સેબી બોર્ડની બેઠક ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં યોજાશે. જેમાં આ પ્રસ્તાવ લાવવામાં આવશે. વર્તમાન નિયમ અનુસાર તમે IPOના પ્રાઇસ બેન્ડમાં મહત્તમ 20 ટકાનો તફાવત રાખી શકો છો. મિનિમમ રાખવાનો કોઈ નિયમ નથી.
IPO પ્રાઇસ બેન્ડ નજીવા તફાવત માટે સૌથી મોટી સમસ્યા એ હતો કે કિંમત સામે આવી રહી હતી તે સાવ નકામી બની રહેતી હતી કારણ કે રૂ 1 કે રૂ 2ના પ્રાઇસ બેન્ડ વચ્ચેના તફાવતમાં અંતર રહેતું ન હતું. રોકાણકારો આનાથી ચિંતિત હતા. મોટા રોકાણકારોએ આ અંગે સેબીને ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી રહ્યા છે તે રીતે બુક બિલ્ડીંગની મજાક ઉડાવવામાં આવી રહી છે.
હવે એક પ્રકારની લોકશાહી રહશે. રોકાણકારો શેરની કિંમત નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે કારણ કે ઉપલા અને નીચલા પ્રાઇસ બેન્ડ વચ્ચે વાજબી તફાવત હશે. અત્યાર સુધી એવો ટ્રેન્ડ છે કે જો તમે અપર બેન્ડમાં બિડ કરશો તો તમને શેર મળશે.
છેલ્લા 5 વર્ષમાં પ્રાઇસ બેન્ડનો સરેરાશ તફાવત
Year Price Range
2016 5.09%
2017 2.36%
2018 1.77%
2019 2.90%
2020 1.48%
2021 1.53% (સપ્ટેમ્બર 3)
આ પણ વાંચો : Petrol Diesel Price Today : આ રીતે જાણો શું છે આજે તમારા શહેરમાં એક લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત