તેલ કંપનીઓ ઉપર નુકસાન ઘટાડવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો વધારો કરવાનું દબાણ, જાણો વિગતવાર

|

Mar 05, 2022 | 6:16 AM

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 4 નવેમ્બર, 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે.

તેલ કંપનીઓ ઉપર નુકસાન ઘટાડવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયાનો વધારો કરવાનું દબાણ, જાણો વિગતવાર
મોંઘુ થઈ શકે છે તમારા વાહનનું ઇંધણ

Follow us on

Petrol Diesel Price Hike:ક્રૂડ ઓઈલ ( Crude Oil ) ની કિંમત 115 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હોવા છતાં રાજ્યની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દબાણને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાંથી ઊંચા ભાવે ક્રૂડ ઓઈલ આયાત કરવું પડે છે છતાં ભાવ સ્થિર છે. આ સ્થિતિમાં ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ભારે નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને સરભર કરવા માટે રાજ્યની તેલ કંપનીઓએ 16 માર્ચ, 2022 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 12 રૂપિયા પ્રતિ લિટરથી વધુનો વધારો કરવો પડશે.

ICICI સિક્યોરિટીઝે એક અહેવાલમાં જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય તેલની કિંમતો સાથે સ્થાનિક ઈંધણની છૂટક કિંમતો સાથે જોડાયેલ છે. સરકારી માલિકીની ઓઈલ કંપનીઓ ( Oil Marketing Companies) ને બ્રેક ઈવન એટલેકે નુકસાન ઘટાડવા માટે 16 માર્ચ, 2022ના રોજ અથવા તે પહેલાં પ્રતિ લિટર રૂ. 12.1ના ભાવ વધારાની જરૂર છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓઈલ કંપનીઓએ માર્જિનનો સમાવેશ કર્યા બાદ કિંમતોમાં રૂ. 15.1 નો વધારો કરવાની જરૂર છે.

વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ ગુરુવારે નવ વર્ષમાં પ્રથમ વખત 120 યુએસ ડોલર પ્રતિ બેરલથી ઉપર વધ્યા હતા અને શુક્રવારે સહેજ ઘટીને 111 ડોલર પહોંચ્યા હતા પરંતુ ખર્ચ અને છૂટક દરો વચ્ચેનું અંતર વધ્યું છે. તેલ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) અનુસાર 3 માર્ચે ભારતમાં ક્રૂડ ઓઈલની ખરીદી વધીને 117.39 ડોલર પ્રતિ બેરલ થઈ હતી જે 2012 પછી સૌથી વધુ છે. નવેમ્બર 2021ની શરૂઆતમાં ક્રૂડની ભારતીય બાસ્કેટ કિંમત તેલ સરેરાશ 81.5 ડોલર પ્રતિ બેરલ હતું.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 લાંબા સમયથી પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી

જો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 4 નવેમ્બર, 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. વાસ્તવમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને તેના પરિણામો 10 માર્ચે આવશે. માનવામાં આવે છે કે ચૂંટણીમાં નુકસાનના ભયના કારણે રાજ્યની ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરી રહી નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારા છતાં સરકારનું દબાણ છે પરંતુ 7 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો : યુક્રેનના યુદ્ધે સ્ટીલ મોંઘુ કર્યુ, સ્થાનિક કંપનીઓએ વધાર્યા ભાવ, 5000 રૂપિયા પ્રતિ ટન સુધીનો તોતિંગ વધારો

આ પણ વાંચો : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મલ્ટી ફેસેટેડ ડેસ્ટિનેશન જીઓ વર્લ્ડ સેન્ટરના પ્રારંભની કરી જાહેરાત, જાણો શુ છે આ સેન્ટરની વિશેષતા

Next Article