જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી

|

Apr 22, 2022 | 9:51 AM

અદાણીએ કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે.

જો આ લક્ષયાંક હાંસલ કરી લઈશું તો દેશમાં ગરીબી ભૂતકાળ બનશે : ગૌતમ અદાણી
Gautam Adani

Follow us on

અદાણી ગ્રૂપ(Adani Group)ના ચેરમેન અને ભારતના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી(Gautam Adani)એ કહ્યું છે કે જો ભારત 2050 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે તો દેશમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો નહીં સૂવે. તેમણે ગુરુવારે એક ઇકોનોમિક કોન્ક્લેવમાં આ વાત કહી હતી. ગૌતમ અદાણીએ કહ્યુંહયી કે “આપણે 2050થી લગભગ 10,000 દિવસ દૂર છીએ. આ સમય દરમિયાન મને લાગે છે કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં 25 ટ્રિલિયન ડોલરનો ઉમેરો કરીશું. આનો અર્થ એ છે કે જીડીપીમાં દરરોજ 2.5 બિલિયન ડોલર ઉમેરવું. મને એમ પણ લાગે છે કે આ સમય દરમિયાન આપણે દરેક પ્રકારની ગરીબી દૂર કરીશું.

તે મેરેથોન જેવી સ્પ્રિન્ટ ફીલિંગ છે

તેમણે કહ્યું કે, 2050 સુધીમાં જેમ કે તેનો અંદાજ છે ભારત 30 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. અદાણીના મતે ભારત એવો દેશ પણ બની જશે જ્યાં કોઈ ભૂખ્યા સુઈ જશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભારત આ લક્ષ્યાંક 10,000 દિવસમાં હાંસલ કરવામાં સક્ષમ છે. અદાણીના મતે જો બધું અનુમાન મુજબ થાય છે તો આ 10,000 દિવસોમાં શેરબજારનું મૂડીકરણ 40 ટ્રિલિયન ડોલર થઈ જશે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન શેરબજારની મૂડીમાં દરરોજ 4 બિલિયન ડોલરનો વધારો થશે. ગૌતમ અદાણીના મતે “140 કરોડ લોકોના જીવનધોરણમાં સુધારો કરવો એ ટૂંકા ગાળામાં મેરેથોન જેવું લાગે છે પરંતુ લાંબા ગાળે તે એક સ્પ્રિન્ટ છે.”

2021માં અદાણીની સંપત્તિમાં સૌથી ઝડપથી વધારો થયો

અદાણી ગ્રૂપના ચેરમેનની સંપત્તિ, જેણે વિવિધ વ્યવસાયોમાં પ્રભુત્વ જમાવ્યું છે, 2021 માં વિશ્વના 2 સૌથી ધનિક વ્યક્તિઓ, એલોન મસ્ક અને જેફ બેઝોસ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પામી. મસ્ક અને બેઝોસની કુલ સંપત્તિમાં $81 બિલિયનનો વધારો થયો છે જ્યારે એકલા અદાણીની સંપત્તિમાં $49 બિલિયનનો વધારો થયો છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

ભારતમાં ગરીબીનો દર ઘટ્યો

વિશ્વ બેંકે કહ્યું છે કે ભારતમાં 2011 અને 2019 વચ્ચે ગરીબીના દરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. નવા રિપોર્ટ અનુસાર, આ સમયગાળા દરમિયાન ભારતમાં ગરીબી દરમાં 12.3 ટકાનો ઘટાડો થયો છે. શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી વધુ ઘટી છે. ગ્રામીણ ગરીબી દર 2011માં 26.3 ટકા હતો, જે 2019માં ઘટીને 11.6 ટકા થઈ ગયો. તે જ સમયે, જો આપણે શહેરી ગરીબીની વાત કરીએ તો તે 14.2 ટકાથી ઘટીને 6.3 ટકા થઈ ગઈ છે.

 

આ પણ વાંચો : GOLD : દેશમાં Gems and Jewellery exportsમાં 56%નો ઉછાળો આવ્યો, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે સોનું

આ પણ વાંચો : Opening Bell : બે દિવસની તેજી બાદ આજે કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 57531 ઉપર ખુલ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:49 am, Fri, 22 April 22

Next Article