વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ લોન્ચ કરી છે. આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમ સરકારી સિક્યોરિટીઝમાં રિટેઇલ ભાગીદારી વધારશે સાથેસાથે ઈન્ટિગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમનો હેતુ ફરિયાદ નિવારણ પ્રણાલીમાં વધુ સુધારો કરવાનો છે.
Prime Minister Narendra Modi launches two customer-centric initiatives of the Reserve Bank of India- the RBI Retail Direct Scheme and the Reserve Bank – Integrated Ombudsman Scheme pic.twitter.com/9xyNk9qTPb
— ANI (@ANI) November 12, 2021
Retail Direct Scheme
હાલમાં કોઈ પણ રિટેલ ઇન્વેસ્ટર સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડ્સમાં સીધું રોકાણ કરી શકતો નથી. માત્ર બેંકો અને સંસ્થાકીય રોકાણકારો જ રોકાણ કરી શકે છે. આ સ્કીમ દ્વારા હવે સામાન્ય રોકાણકારો પણ સરકારી સિક્યોરિટીઝ અને બોન્ડમાં રોકાણ કરી શકશે. એટલે કે, તમને રોકાણ માટે નવું બજાર મળશે.
રિટેલ ડાયરેક્ટ સ્કીમની રજૂઆત પછી તમારે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરવા માટે ગિલ્ટ એકાઉન્ટ ખોલવું પડશે. આ ખાતું મફતમાં ખોલવામાં આવશે. આરબીઆઈ એકાઉન્ટનું સંચાલન કરશે અને તમે તેને માત્ર ઓનલાઈન જ ઓપરેટ કરી શકશો. જો તમે સરળ ભાષામાં સમજો છો, તો તે તમારા બેંક ખાતા જેવું હશે.
આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમની જાહેરાત આ વર્ષે 5 ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી. આ યોજનાની જાહેરાત કરતા, RBI ગવર્નર શક્તિકાંત દાસે તેને એક મહત્વપૂર્ણ નીતિ સુધારણા ગણાવી હતી.
Integrated Ombudsman Scheme
રિઝર્વ બેંક ઈન્ટીગ્રેટેડ ઓમ્બડ્સમેન સ્કીમ (RB-IOS) નો હેતુ ફરિયાદ નિવારણ પદ્ધતિમાં વધુ સુધારો કરવાનો છે. આ યોજના દ્વારા કેન્દ્રીય બેંકની નિયમનકારી સંસ્થાઓના ગ્રાહકોની ફરિયાદોને વધુ સારી રીતે ઉકેલવામાં આવશે. યોજનાની કેન્દ્રીય થીમ ‘વન નેશન વન ઓમ્બડ્સમેન’ છે.
આ હેઠળ એક પોર્ટલ એક ઈ-મેલ અને એક સરનામું હશે જ્યાં ગ્રાહકો તેમની ફરિયાદો નોંધાવી શકશે. તમે તમારી ફરિયાદોનું સ્ટેટસ જાણી શકશો અને ફીડબેક આપી શકશો. બહુભાષી ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવશે. આના દ્વારા તમે ફરિયાદોના નિરાકરણ અને ફરિયાદ નોંધવા સંબંધિત તમામ જરૂરી માહિતી મેળવી શકશો.
ગવર્મેન્ટ સિક્યોરિટી (G-Sec) શું છે?
ગવર્મેન્ટ સિક્યોરિટી (G-Sec) એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો દ્વારા જારી કરવામાં આવતું ટ્રેડેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આવી સિક્યોરિટીઝ ટૂંકા ગાળાની હોય છે (સામાન્ય રીતે ટ્રેઝરી બિલ કહેવાય છે અને એક વર્ષથી ઓછી મુદતની મૂળ પાકતી મુદત સાથે આવે છે) અથવા લાંબા ગાળાની (સામાન્ય રીતે સરકારી બોન્ડ કહેવાય છે અને એક વર્ષ કે તેથી વધુની મૂળ પાકતી મુદત સાથે આવે છે). ભારતમાં, કેન્દ્ર સરકાર ટ્રેઝરી બિલ અને બોન્ડ અથવા ડેટેડ સિક્યોરિટીઝ બંને જારી કરે છે. જ્યારે રાજ્ય સરકારો માત્ર બોન્ડ અથવા ડેટેડ સિક્યોરિટીઝ જારી કરે છે જેને સ્ટેટ ડેવલપમેન્ટ લોન્સ (SDLs) કહેવામાં આવે છે. G-Sec માં સામાન્ય રીતે ડિફોલ્ટનું કોઈ જોખમ નથી.
આ પણ વાંચો : Stock Update : શેરબજારની પ્રારંભિક તેજી વચ્ચે આ સ્ટોક્સે રોકાણકારોને બનાવ્યા માલામાલ, તપાસી લો તમારો પોર્ટફોલિયો
આ પણ વાંચો : Share Market: મજબૂત વૈશ્વિક સંકેત સાથે શેરબજારની તેજી સાથે શરૂઆત, Sensex અને Nifty માં 0.4% નો વધારો